જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો
શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે, જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં સુવિખ્યાત જ્યોતિષ વિદ્વાન ડૉ. નલીન પંડ્યા, ડૉ. ભાવિન દેસાઈ, જાણીતા શિક્ષણવિદ્ અને એચ. કે. આર્ટસ કોલેજ ના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ ડો.સુભાષ બ્રહ્મભટ્ટ તથા સંસ્કૃત ભાષા અને વેદો-ઉપનીષદો ના જ્ઞાતા યુરોપિયન વિદ્વાન યોગાનંદ સ્વામી તથા એમની માતા ઉપરાંત જ્યોતિષ ક્ષેત્રે સૌ પ્રથમ ટેલે એસ્ટ્રોલોજી નો આવિષ્કાર કરનાર દેશ ની ખૂબ જ જાણીતી સંસ્થા ગણેશા સ્પીક્સ ના આ. વાઈસ પ્રેસિડેન્ટ ગૌરાંગ પંડ્યા એ ઉપસ્થિત રહી અને સર્વે વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન, પ્રેરણા સાથે આશિર્વાદ આપ્યા હતા
. આ કાર્યક્રમમાં કુલ ૩૬ વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ અને મેડલ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા ના ફાઉન્ડર ડૉ. આશિષ વ્યાસ તથા કો. ફાઉન્ડર આચાર્ય રિદ્ધિ ઠક્કર, આચાર્ય કોમલ શુક્લ દ્વારા સંસ્થા ના ભાવિ આયોજન ની વિગતો અને સમાજ ઉપયોગી કાર્યો ની પણ જાહેરાત કરવામાં હતી.આ પ્રસંગે ડૉ. આશિષ વ્યાસે જણાવ્યું હતું કે જ્યોતિષ વિદ્યા એ ડીવાઈન સાયન્સ છે અને સાયન્સ થી દરેક વ્યક્તિ માહિતગાર હોવો જ જોઈએ ત્યારે જ રૂષિ મુનિ ઓ ની મહેનત સાર્થક થઈ કહેવાશે.