અખિલેશ યાદવે લોકસભામાંથી રાજીનામુ આપી બીજપીની બગાડશે બાજી !
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢ લોકસભા સીટ ઉપરથી રાજીનામુ આપી દીધુ તો સાથે સપા નેતા આઝમ ખાને લોકસભાપદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે અખિલેશ મૈનપુરીની કરહલ બેઠક પરથી
અને આઝમ ખાન રામપુર બેઠક પરથી ધારાસભ્યપદ પર રહેશે.આ બન્ને નેતાઓ હવે ઉત્તર પ્રદેશની પ્રજા વચ્ચે રહેશે, વિરોધ પક્ષમાં રહીને બીજેપીના 2024ના રાજકીય ગણિતને બગાડવા માટે રણનિતિ બનાવશે,
माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी ने लोकसभा की सदस्यता से दिया त्याग पत्र। दिल्ली में माननीय लोकसभा अध्यक्ष जी को सौंपा त्याग पत्र। pic.twitter.com/hVIkv2OTgr
— Samajwadi Party (@samajwadiparty) March 22, 2022
અખિલેશ યાદવનુ આ છે રાજકિય ગણિત
અખિલેશ યાદવ વિપક્ષના નેતા બનશે
યુપી વિધાનસભામાં અખિલેશ યાદવ વિપક્ષના નેતા બનશે, અને યોગીને તેમની રાજનિતિક જમીન ઉપર મ્હાત આપવા રણનિતિ બનાવશે,
યોગી સરકારની નિષ્ફળતાઓ અને અપાયેલા વાયદાઓ જો પુરા નહી થાય તો સ્થાનિક કક્ષાએ તેઓ સારી રીતે વિરોધની નિતિ બનાવી શકશે
તે સિવાય પોાતના ધારાસભ્યોનો મનોબળ પણ મજબુર રાખી શકશે ,, તેમને યાદ છે કે
2017માં વિધાનસભા ચૂંટણી હાર્યા પછી અખિલેશ યાદવ ફરી દિલ્હીના રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા અને એને કારણે યુપીમાં વિપક્ષ ઘણો નબળો પડી ગયો હતો.
એનું પરિણામ એ આવ્યું કે 2019 અને 2022માં ભાજપની આગળ વિપક્ષનું પરિણામ નબળું રહ્યું. હવે અખિલેશ તેમની જૂની ભૂલ ફરી રિપીટ કરવા નથી માગતા.
https://twitter.com/yadavakhilesh/status/1506189880287764482?s=20&t=xoPsfzyu-t_XqQAk_5ji0Q
2024 માટે તૈયાર કરશે રાજનિતિક જમીન
અખિલેશ યાદવ એ વાત સારી રીતે જાણે છે કે તેમની સભાઓમાં ભીડ બહુ આવી, પણ થોડાક મતો ઓછા પડવાના કારણે તેઓ સરકાર ન બનાવી શક્યા,,
જેથી તેઓ હવે 2024માં ભીડને બુથ સુધી લઇ જઇ મતોમાં બદલવા માંગે છે, જરુર પડ્યે તેઓ સરકારની નિષ્ફળતાઓ માટે સાયકલ યાત્રાનુ આયોજન કરીને
ફરી એક વાર ગામે ગામ ફરી શકે છે, સાથે લોકસભામાંથી રાજીનામું આપવાનો અર્થ સ્પષ્ટ છે કે તેમણે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યુપીમાં સૌથી વધારે લોકસભા સીટો છે.
અખિલેશ હવે એમાં કોઈ કસર બાકી રાખવા માગતા નથી. આ જ કારણ છે કે હવે તેમનું ફોક્સ માત્ર અને માત્ર યુપી પર રહેશે.
जनता को दिया भाजपा सरकार ने महंगाई का एक और उपहार… लखनऊ में रसोई गैस सिलेंडर हुआ हज़ार के पास और पटना में हज़ार के पार!
चुनाव ख़त्म, महंगाई शुरू… pic.twitter.com/JUROJtgwTr
— Akhilesh Yadav (@yadavakhilesh) March 22, 2022
અખિલેશ યુપી છોડશે તો નુકશાન થશે
અખિલેશને ખબર છે કે જે રીતે તેઓએ યુપીમાં પ્રચાર કર્યો અને મતદારો સાથે રહેવાનો આશ્વાસન આપ્યો હતો તે આશ્વાસન તેઓ પુર્ણ કરવા માંગે છે, કારણ તે તેમને સીટો 2017 કરતા વધુ મળી છે,,તે હકીકત છે,,
જેથી તેઓ પોતાના સમર્થકો વચ્ચે રહેવા માંગે છે,અને પ્રદેશની રાજનિતિથી દેશની રાજનિતિ ઉપર નજર નિંયંત્રણ રાખવા માંગે છે,
સાંસદ તરીકે અખિલેશ યાદવ મોટા ભાગનો સમય દિલ્હીમાં પસાર કરે છે. એને કારણે તેઓ યુપી માટે વધારે સમય નથી ફાળવતા એવો પણ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો,
તેથી આ વખતે યુપીમાં હાર મળ્યા પછી અખિલેશે તેમની રણનીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. તેથી તેઓ હવે દિલ્હીના રાજકારણમાં સમય ફાળવવાની જગ્યાએ સંપૂર્ણ રીતે ઉત્તરપ્રદેશના જ રાજકારણમાં ફોકસ કરવા માગે છે.
https://twitter.com/yadavakhilesh/status/1506189880287764482?s=20&t=xoPsfzyu-t_XqQAk_5ji0Q
. આઝમગઢ લોકસભા સીટમાં જીત પાકી
અખિલેશ યાદવ અત્યારસુધી આઝમગઢના લોકસભા સભ્ય હતા. જ્યાં વિધાનસભાની 10 સીટ સપા જીતી ચુકી છે, હવે તેમના રાજીનામા પછી અહીં પેટાચૂંટણી થશે. અખિલેશ યાદવને વિશ્વાસ છે કે
આ સીટ ફરી સમાજવાદી પાર્ટી જ જીતી લેશે. તેમને આ વિશ્વાસ તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોને આધારે મળ્યો છે.
જ્યારે રામપુરની પાંચમાંથી ત્રણ સીટ પર સપાને જીત મળી છે. આ સંજોગોમાં પાર્ટીને અહીં પણ લોકસભા પેટાચૂંટણીમાં જીત મળવાની શક્યતા છે.