અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર થાય છે ચોરી ! સંભાળીને રહેજો,કરાઇ લેખિત ફરિયાદ
અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ પાવન પેટ્રોલિયમ પર વાહન ચાલકને ઓછુ ઈંઘણ આપવાના મામલે કંપની રજીસ્ટ્રરમાં ફરિયાદ નોધાવી છે, ફરિયાદીએ પાવન પેટ્રોલપંપના કર્મચારીઓ સામે આક્ષેપ કર્યોછે કે તેમના દ્વારા મીટર ઝીરો કર્યા વગર ઈઘણ પુરવામાં આવતુ હતું, આ બાબતે સ્ટાફનુ પણ ધ્યાન દોરવામાં આવ્યુ જો પેટ્રોલ પંપ સ્ટાફ માનવા તૈયાર ન હતા, એટલુ જ નહી પહેલા તો તેઓએ ફરિયાદ બુક પણ આપવાનો ઇન્કાર કરી દીધુ,અને ફરિયાદી સાથે દાદાગિરી પણ કરી,,અને થાય તે કરી લેજો તેવી ધમકી પણ આપી, જો કે ફરિયાદી મકક્મ હતો જેના પરિણામે પેટ્રોલ પંપના માલિકોએ ફરિયાદ બુક આપવી પડી,