અમદાવાદ
ઘર વિહોણા ને આવાસ આપવા તૈયાર અમદાવાદ મહાનગર પાલિકા
ઘર વિહોણા ને આવાસ આપવા તૈયાર અમદાવાદ મહાનગર પાલિકા
વિકાસ સાથે જનસેવાનો મકકમ નિધાઁર,
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિકાસને અવરોધતી ઝૂપડપટ્ટી દુર થાય, અમદાવાદની પ્રગતિ વધુ તેજ થાય તે હેતુ ને ધ્યાને રાખી અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો ….
AMC સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન હિતેશભાઈ બારોટ દ્વારા જનસેવા અને વિકાસ બંને સિદ્ધ થાય તે માટે ઝુપડપટ્ટીની જગ્યાએ ઘર મળી રહે , તેઓના રહેવાની વૈકલ્પીક વ્યવસ્થા ત્વરિત ઉભી કરી શકાય તે અનુસંધાને નિર્ણય લેવામાં આવ્યો,
AMC ની હદ વિસ્તારમાં TP સ્કીમ અંતર્ગત મળતા પ્લોટ પૈકી ગરીબ આવાસ યોજનાના પ્લોટમાં મકાનો બનાવવામાં આવે છે,૨૮ ચોરસ વારના આ મકાનો વિવિધ સુવિધાથી પરિપૂર્ણ હોય છે …શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૨૩ હજારથી વધુ આવાસોનું નિર્માણ થઇ રહ્યું છે તેમજ નવા મકાનોની નિર્માણ પ્રક્રિયા પણ ચાલુ છે.પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત નવ નિર્માણ પામનાર અને જેનો ડ્રો નથી થયો તેવી આવાસ યોજનામાં ૧૦%થી ૨0%સુધીના આવાસોને ઝૂપડ પટ્ટી વિસ્તારના નાગરીકો માટે ખાલી રાખવામાં આવશે જેથી તેઓની સ્થળાંતર ની પ્રક્રિયામાં અગવડતા નહી ઉદ્ભવે ,વિકાસની ગતીમાં ઝુપડાના કારણે અડચણો ઉભી નહી થાય તેમજ કાર્યમાં થતા વિલંબને કારણે વધતા ખર્ચને પણ અટકાવી શકાશે.
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ઘરના ઘર સાથે,વિકાસનો નિર્ધાર કરતું અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન …….
ઘર વિહોણા ને આવાસ,
વિકાસ સાથે જનસેવાનો મકકમ નિધાઁર,-
અમદાવાદ મહાનગર પાલિકા pic.twitter.com/44ZD1mClJk— Panchat TV (@panchattv) April 16, 2022