અમદાવાદ
અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય
અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય રોજ 20 કીલો સફરજન ખાય છે
રાજ્ય સરકારે હાલ જ મહાનગરોમાં પશુઓ રાખવા માટે લાયસંસ લેવાનો કાયદો બનાવ્યા છે ત્યારે માલધારી સમાજ આ કાયદાને રદ્દ કરાવવા માટે જંગે ચઢ્યો છે, ત્યારે અમદાવાદના એક આઇપીએસ ઓફિસરે પણ પોતાના ત્યાં ગાય રાખી છે
ગાયની માતાની જેમ સેવા કરવામાં આવે છે, સાથે ગાયને ધાસ નહી પણ સફરજન ખવડાવવામાં આવે છે, એ પણ પ્રતિ દિનના 20 કિલો,, અને ગાયને રોજ 20 કિલો સફરજન ખવડાવવા માટે પીપીપી મોડેલ અપનાવવામાં આવે છે, એટલે લોક સહયોગથી
સફરજનની વ્યવસ્થા કરાય છે, જેના માટે બે પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થા નહી પણ સફરજનની વ્યવસ્થા કરવા માટે કહેવાયુ છે, અને આ અધિકારીઓ મોટા સાહેબની કુરનિશ બજાવી રહ્યા છે,,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
બાહોશ અધિકારીની ઉર્જાનુ રાજ છે ગાયનું દુધ !
અમદાવાદના એક બાહોશ, નિષ્ઠાવાન અને ઇમાનદાર આઈપીએસ અધિકારી,, જેનુ નામ સાઁભળીને ભલ ભલા ગુનેગારો ફફડી ઉઠે છે, જ્યારે તેઓ પેટ્રોલિંગ ઉપર નિકળે તો સન્નાટો વ્યાપી જાય છે, પણ અત્યારે ગરમી પારો ખુબ વધુ હોવાથી તેઓ
એસીની ઠંડકની મજા લે છે, ત્યારે નિષ્ઠાવાન અધિકારીના નજીકના સુત્રો કહે છે કે સાહેબમાં આ ઇમાનદારી અને બાહોશ પણુ ગાયની દુધમાં રહેલ ઉર્જાના કારણે રહે છે, તેઓ પોતાના ઘરે ગાય ને માતાની જેમ રાખે છે,,તેમના સરકારી નિવાસ સ્થાને
જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગાયની સેવા પુજા કરતા હતા એજ પ્રકારે સેવા પુજા કરાય છે, માત્ર કહેવાતા નહી પણ સાચા ગૌભક્ત તરીકે ગાયની તમામ પ્રકારની કાળજી રાખે છે, ગૌમાતાને તેઓ ઘાસ નહી પણ ફળફળાદી ખવડાવે છે, ત્યારે ગાય માતાએ તેમને કહ્યુ હોય
તે તેને સફરજન બહુ ભાવે છે એ રીતે ગૌ માતાને તેઓ રોજના સર્વોત્તમ ગુણવત્તાના 20 કિલો સફરજન ખવડાવે છે,,જેની કિમત રોજના ચારથી પાચ હજાર રુપિયાની થાય છે,ત્યારે ગાય માતાની સેવા માટે આ કોઇ મુલ્ય નથી,
અને એટલે જે અમદાવાદના લોકોને પણ ગાયની સેવાનો લાભ મળે જેથી તેઓ પીપીપી મોડેલની શરુઆત કરી છે, એટલે કે જનભાગીદારીથી સફરજન એકત્ર કરવામાં આવે છે, જેના માટે ખાસ ચુનંદા પોલીસ અધિકારીઓની નિમણુંક કરાઇ છે,,
હવે આ બે અધિકારીઓ પોતાના બાદશાહને ખુશ કરવા માટે ગુલામની જેમ સેવા આપે છે,,અને ગાયની સેવાના પુણ્યનો લાભ બધાને મળે તે રીતે સફરજન ઉધરાવી લાવે છે, અને ગાય માતાને ધરી દેવામાં આવે છે, ત્યારે ગાય માતાની સેવા તો
સાચા અર્થમાં આ બે પોલીસ અધિકારીઓ કરે છે, પણ ગાયના મેવા એટલે તેના દુધનો લાભ આઇપીએસ અધિકારી અને તેનો પરિવાર લે છે, આ દુધમાં થી ચ્હા,, કોફી, મિલ્ક શેક, ક્યારેક ક્યારેક માખણ અને ક્યારેક ધીનો લાભ લેવાામાં આવે છે,
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
ત્યારે કેટલાક અધિકારીઓ પોતાના બાદશાહના આવા વર્તનથી કચવાટ અનુભવે છે,,પણ પોતાના આકાને કોણ કહે,,જેથી તેઓ મન મનાવીને મોટા અધિકારીની હુકમ બજાવવા માટે મજબુર બન્યા છે,
Pingback: યુવરાજ સિહ જાડેજા યુવા સંગઠન બનાવી કોની કરશે મદદ ! - Panchat TV