કોળી સમાજના દિગ્ગજ આગેવાન એવા ઉપેશભાઈ પટેલ અને એમની સાથે કોળી સમાજના લગભગ 500 કરતાં પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા: ગોપાલ ઇટાલિયા
હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ પાંડે અને એમના સમર્થકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા: ગોપાલ ઇટાલિયા
ગણદેવીથી આદિવાસી સમાજના યુવા અગ્રણી અને BTTS સંગઠન સાથે સંકળાયેલા પંકજભાઈ પટેલ દહેગામ વાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા: ગોપાલ ઇટાલિયા
BTPS પાર્ટીમાં જિલ્લા પ્રમુખ પંકજભાઈ સી.પટેલ મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે: ગોપાલ ઇટાલિયા
BTSના જિલ્લા પ્રમુખ નાનુભાઈ પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાયા: ગોપાલ ઇટાલિયા
ડાંગથી પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટ માટે આંદોલન કરી રહેલા એડવોકેટ સુનીલ ગાવીત આમ આદમી પાર્ટીમાં જોડાયા: ગોપાલ ઇટાલિયા
વર્ષો સુધી ભાજપને મત આપ્યા પછી ગુજરાતની જનતા હવે છેતરાયેલી લાગણી અનુભવી રહી છે: ગોપાલ ઈટાલિયા
અરવિંદ કેજરીવાલજી એક વિશ્વાસનું પ્રતીક બનીને સમગ્ર ગુજરાતની અંદર ઉભરી રહ્યા છે: ગોપાલ ઈટાલિયા
મોટી સંખ્યામાં મહિલાઓનું ગેરંટી રજીસ્ટ્રેશન કરવાની બાબત, ખૂબ જ મોટી ક્રાંતિ તરફ ઈશારો કરી રહી છે: ગોપાલ ઈટાલિયા
આ વખતે એક મજબૂત વિકલ્પ તરીકે અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને જનતાએ સ્વીકારવા મન બનાવી લીધું છે : ગોપાલ ઇટાલિયા
ભાજપએ ભ્રષ્ટાચાર કરીને ગુજરાતની જનતાનું ખૂબ જ શોષણ કર્યું છે: ગોપાલ ઇટાલિયા
ભાજપની હાર એમના ચહેરા પર અને વર્તનમાં દેખાઈ રહી છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ ડરમાં અમારા કાર્યકર્તાઓ ઉપર હિંસક હુમલો કરે છે, અમારા રજીસ્ટ્રેશન કેમ્પમાં તોડફોડ કરે છે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જનતા અરવિંદ કેજરીવાલની ગેરંટી ઉપર ખૂબ વિશ્વાસ અને આશા રાખી રહી છે. વર્ષો સુધી ભાજપને મત આપ્યા પછી ગુજરાતની જનતા હવે છેતરાયેલી લાગણી અનુભવી રહી છે. ત્યારે અરવિંદ કેજરીવાલજી એક વિશ્વાસનું પ્રતીક બનીને સમગ્ર ગુજરાતની અંદર ઉભરી રહ્યા છે. આ સિવાય ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતને કેટલીક ગેરંટીઓ આપવામાં આવી છે.300 યુનિટ મફત વીજળી, શાનદાર સરકારી સ્કૂલો બનાવી અને મફત શિક્ષણ, મોહલ્લા ક્લિનિક બનાવવાની, દરેક સરકારી દવાખાના સારા કરવાની અને મફત આરોગ્ય સેવાઓ આપવાની, શહીદ સૈનિકોને એક કરોડની સન્માન રાશિ આપવાની, મહિલાઓને પણ દર મહિને ₹1,000 સન્માન રાશિ આપવાની ગેરંટીઓ અરવિંદ કેજરીવાલજીએ આપી છે. આ ગેરંટીઓને લઈને ગુજરાતમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ગેરંટી રજીસ્ટ્રેશન છેલ્લા ઘણા દિવસથી ચાલુ છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર જઈને લોકો સાથે વાત કરીને ગેરંટી રજીસ્ટ્રેશનનો પ્રોગ્રામ ચાલુ છે. જેમાં સામેવાળા વ્યક્તિને અરવિંદ કેજરીવાલજીએ શું ગેરંટી આપી છે તે બાબતે સમજાવવામાં આવે છે અને તે સમજાવ્યા પછી એમની ગેરંટીનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. જોવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં મહિલાઓ આ ગેરંટી રજીસ્ટ્રેશનમાં ખૂબ ભાગ લઇ રહી છે, સૌથી વધુ રજીસ્ટ્રેશન મહિલાઓ કરાવી રહી છે. આટલી મોટી સંખ્યામાં મહિલાઓનું ગેરંટી રજીસ્ટ્રેશન કરવાની બાબત, ખૂબ જ મોટી ક્રાંતિ તરફ ઈશારો કરી રહી છે.
ગુજરાત ભરમાંથી તમામ આગેવાનો ધીમે ધીમે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે. પાછલા દિવસોમાં નવસારીની અંદર કોળી સમાજના એવા ઉપેશભાઈ પટેલ અને એમની સાથે અલગ અલગ ગામના જેમ કે ઈચ્છાપુર, અડધા, વેદાંત, માણેકપુરના કોળી સમાજના લગભગ 500 કરતાં પણ વધુ સમાજસેવકો, કાર્યકર્તાઓ, આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આ સિવાય હોટલ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ પાંડે અને એમના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજરોજ આદિવાસી સમાજના યુવા અગ્રણી જેઓ વર્ષોથી આદિવાસી સમાજના પ્રશ્નો બાબતે લડત ચલાવી રહ્યા છે અને BTTS સંગઠન સાથે સંકળાયેલા હતા એવા પંકજભાઈ પટેલ દહેગામ વાળા ગણદેવીથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંકજભાઈ 2019 ની લોકસભા ચૂંટણીમાં BTTS પાર્ટીના ઉમેદવાર હતા. આ સાથે તેઓ BTTS પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. પંકજભાઈ પટેલ અરવિંદ કેજરીવાલજીની ઈમાનદાર રાજનીતિથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બીજા આદિવાસી સમાજના યુવા અગ્રણી પંકજભાઈ પટેલ સાદડવેલ ગામથી પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ BTPS પાર્ટીમાં જિલ્લા પ્રમુખ પદે કાર્યરત હતા. BTSના જિલ્લા પ્રમુખ નાનુભાઈ પટેલ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. પાર તાપી રિવર લીંક પ્રોજેક્ટ માટે આંદોલન કરી રહેલા એડવોકેટ સુનીલ ગાવીત પણ આજે ડાંગથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે દર્શાવે છે કે તમામ વર્ગના, તમામ જિલ્લા-તાલુકાના તમામ લોકો આજે આમ આદમી પાર્ટી ઉપર ખૂબ મજબૂત ભરોસો મૂકી રહ્યા છે, અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે.
આ સિવાય વાંસડા ગામના સરપંચ મહેન્દ્રભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સિવાય BTP ના નવસારી જિલ્લાના સેક્રેટરી અમૃતભાઈ ચૌધરી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. BTP ના ચીખલીના પ્રેસિડેન્ટ નીરવભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ સિવાય નિખિલભાઇ પટેલ, મનીષભાઈ પટેલ, અક્ષયભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, બીપીનભાઈ પટેલ અને મંજુ પટેલ પોતાના સેંકડો કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આજે આમ આદમી પાર્ટીના આવવાથી ભાજપને ખૂબ ડર લાગ્યો છે, કારણ કે ભાજપએ ભ્રષ્ટાચારી પાર્ટી છે, ભ્રષ્ટાચાર કરીને ગુજરાતની જનતાનું ખૂબ જ શોષણ કર્યું છે. એવા સમયે લોકોને એક ઈમાનદાર પક્ષ તરીકે અરવિંદ કેજરીવાલજી પર ભરોસો આવી રહ્યો છે અને આ ભરોસો ના કારણે આમ આદમી પાર્ટીનું જન સમર્થન ખૂબ વધી રહ્યું છે, ત્યારે ભાજપ પાર્ટી ની અંદર ખૂબ ડર ફેલાઈ રહ્યો છે. આ ડરમાં તેઓ અમારા કાર્યકર્તાઓ ઉપર હિંસક હુમલો કરે છે. આપણે જોયું કે સુરતમાં ગણેશ પંડાલની અંદર મનોજભાઈ સોરઠીયા ઉપર હુમલો કરવામાં આવ્યો, આ સિવાય અમારા રજીસ્ટ્રેશન કેમ્પ ચાલે છે એમાં પણ તોડફોડ કરી, જે દર્શાવે છે કે આ વખતે ભાજપના હારવાના સ્પષ્ટ નિશાન ખાઈ રહ્યા છે. હાર એમના ચહેરા પર અને વર્તનમાં દેખાઈ રહી છે. આ વખતે એક મજબૂત વિકલ્પ તરીકે અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને જનતાએ સ્વીકારવા મન બનાવી લીધું છે.
આ મહત્વની પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સાથે નવસારી લોકસભાના પ્રભારી એ.કે. પાટીલ, નવસારીના પ્રમુખ ભાવિનભાઈ, નવસારીના પૂર્વ પ્રમુખ ચંદ્રકાન્તભાઈ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.