કરોડોના ખર્ચ બાદ પણ ભાજપની વિકાસ યાત્રા અસફળ: ઈસુદાન ગઢવી
તૂટેલા રસ્તાઓ ને કારણે ભાજપનો વિકાસ રથ ભાજપના જ ભ્રષ્ટાચાર માં બલી ચઢી ગયોઃ ઈસુદાન ગઢવી
અસફળ વિકાસ યાત્રા બાદ ભાજપ ફરીથી ‘ડબલ એન્જિન કેમ્પેઈન ના નામથી જુઠ્ઠાણા ફેલાવશેઃ ઈસુદાન ગઢવી
પૂરના કારણે થયેલી તબાહી માં આજે માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરો જ બચાવ કાર્યમાં લાગેલા છેઃ ઈસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપની વિકાસ યાત્રા અભિયાન પર કટાક્ષ કરતા કહ્યું કે જે રીતે ભાજપની દરેક યોજના નિષ્ફળ જાય છે તેવી જ રીતે આજે ભાજપનું વિકાસ યાત્રા અભિયાન પણ ખરાબ રીતે નિષ્ફળ ગયું છે. જે સરકાર છેલ્લા 27 વર્ષથી ચાલી રહી છે, આજે તેઓ પોતાની 20 વર્ષની ઉપલબ્ધિ ઓ ગણવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે. ખૂબ જ રમુજી વાત છે કે ભાજપ જનતાની સેવા તો નથી જ કરતી પરંતુ તે પોતાનો પ્રચાર કાર્યક્રમ પણ સફળ બનાવી શકી નથી.
ભાજપે 8 કરોડ ખર્ચીને 82 વિકાસ રથ દ્વારા પ્રચાર શરૂ કર્યો હતો, પરંતુ તેમની નબળી વ્યવસ્થાના કારણે આજે આ તમામ પ્રચારકો કાદવમાં અટવાઈ ગયા છે અને પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ લોકો ‘ડબલ એન્જિન કેમ્પેઈન’ નામનો નવો ખેલ શરૂ કરવાના છે. આજે ગુજરાતના પૂરમાં ફસાયેલા લોકોને સરકારની મદદની જરૂર છે, પરંતુ સરકાર તેમને મદદ કરવાને બદલે તેના વ્યર્થ કામમાં વ્યસ્ત છે.
5 જુલાઈ થી 19 મી જુલાઈ સુધી વિકાસ યાત્રા અભિયાન ચાલવાનું હતું, પરંતુ આ અભિયાનમાં ભાજપમાંથી કોઇપણ પ્રકારનો સહકાર મળ્યો ન હતો અને ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી જવાથી ગુજરાતમાં સર્વત્ર ભાજપ નો વિકાસ રથ ભાજપના જ ભ્રષ્ટાચાર ની બલી ચઢી ગયો છે. આજે પણ અનેક જગ્યાએ વિકાસ રથ કાદવમાં અટવાયેલા છે.
વિકાસ યાત્રા ની નિષ્ફળતા બાદ આજે ભાજપ પાસે ડબલ એન્જિન નામનો બેકઅપ પ્લાન છે, પરંતુ ભ્રષ્ટ અને બેશરમ ભાજપ પાસે પ્રજાને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે કોઈ બેકઅપ પ્લાન નથી. આજે એવું લાગે છે કે પ્રિ-મોન્સૂન ના નામે ભાજપે માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને પ્રજાની સહેજ પણ કાળજી લેવામાં આવી નથી. આજે આ કપરા સંજોગોમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ગાયબ છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દિવસ-રાત બચાવ કાર્યમાં લાગેલા છે. કારણ કે આમ આદમી પાર્ટીનો દરેક સભ્ય જનતાની સેવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે.
અમારી ભાજપ સરકારને અપીલ છે કે વિકાસ યાત્રા અને ડબલ એન્જિન સરકાર જેવા કાર્યક્રમો હવે બંધ કરવામાં આવે અને લોકોના જીવન ને રાબેતા મુજબ લાવવા માટે ઝડપી વ્યવસ્થા કરવામાં આવે. આમ આદમી પાર્ટી લોકોનું જીવન સુધારવા માટે સતત મહેનત કરી રહી છે, ઘણી જગ્યાએ ફૂડ પેકેટ અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકાર ભલે લોકો સુધી ન પહોંચી શકે પરંતુ પોતાની જવાબદારીઓ ને સમજીને આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં પણ લોકોની સેવા કરી છે અને આગળ પણ કરતી રહેશે.