ગુજરાત
દેશની આઝાદી બાદ શિક્ષા ક્ષેત્રે પ્રાચીન વૈભવ અને ગૌરવને પુનર્જીવિત કરવાની સરકારની જવાબદારી હતી પરંતુ ગુલામીની માનસિકતાના દબાણમાં પહેલાની સરકાર કામ કરી શકી નહી. નરેન્દ્ર મોદી
રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકળ સંસ્થાને 75 વર્ષ પુર્ણ થતા યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ તેમજ શ્રી ધર્મજીવનદાસ સ્વામીની પ્રેરણા અને આશીર્વાદથી રાજકોટ ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ 75 વર્ષની અભૂતપૂર્વ યાત્રા માટે હું સૌને હૃદયની શુભેચ્છા પાઠવું છું. નરેન્દ્રભાઇ મોદી
દેશની આઝાદી બાદ શિક્ષા ક્ષેત્રે પ્રાચીન વૈભવ અને ગૌરવને પુનર્જીવિત કરવાની સરકારની જવાબદારી હતી પરંતુ ગુલામીની માનસિકતાના દબાણમાં પહેલાની સરકાર કામ કરી શકી નહી. નરેન્દ્ર મોદી
ગુરુકુળમાં વિદ્યાર્થીઓ માટે રોજનો માત્ર એક રૂપિયામાં અભ્યાસ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેના કારણે ગરિબ વિદ્યાર્થી પણ ભણી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી.સી.આર.પાટીલ
ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓને સારા સંસ્કાર સાથે અભ્યાસ કરવાની ઉત્તમ તક મળે છે જેનો લાભ તેમના પરિવાર સાથે દેશને પણ મેળે છે. સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકળ સંસ્થાને 75 વર્ષ પુર્ણ થતા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલ ઉપસ્થિતિ રહી સંબોધન કર્યુ હતું તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના ગૃહપ્રઘાન હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાની સેન્ટ્રલાઇઝ ઓફિસ ભવનનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના ૭૫માં અમૃત મહોત્સવ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયેલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જય સ્વામિનારાયણ સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ તેમજ શ્રી ધર્મજીવનદાસ સ્વામીની પ્રેરણા અને આશીર્વાદથી રાજકોટ ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ 75 વર્ષની અભૂતપૂર્વ યાત્રા માટે હું સૌને હૃદયની શુભેચ્છા પાઠવું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણ ના નામ સ્મરણથી જ નવચેતનનો સંચાર થાય છે ત્યારે આજે સંતોના સાનિધ્યમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ નું નામ સ્મરણ એ સૌભાગ્યનો અવસર છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ઐતિહાસિક સંસ્થાનનું ભવિષ્ય ખૂબ જ યશસ્વી હશે અને સમાજ જીવન માટે તેનું યોગદાન વધુ અપ્રતિમ હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, આ સુખદ સંયોગ અને સુયોગ છે કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના 75 વર્ષ એ કાલ ખંડમાં પૂર્ણ થાય છે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રના રૂપમાં આઝાદ ભારતની જીવનયાત્રા આપણાં હજારો વર્ષોની મહાન પરંપરા ના સુયોગથી ગતિમાન રહી છે. આ સુયોગ કર્મઠતા અને કર્તવ્ય, સંસ્કૃતિ અને સમર્પણ, આધ્યાત્મ અને આધુનિકતાનો સુયોગ છે. દેશની આઝાદી બાદ શિક્ષા ક્ષેત્રે પ્રાચીન વૈભવ અને ગૌરવને પુનર્જીવિત કરવાની સરકારની જવાબદારી હતી પરંતુ ગુલામીની માનસિકતાના દબાણમાં સરકારો આગળ વધી નહીં. ક્યારની આ પરિસ્થિતિમાં આપણા સંતો આચાર્યોએ આ કર્તવ્ય નિભાવવાનું બીડું ઝડપ્યું અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તેનું જીવન ઉદાહરણ છે જેને ભારતીય મૂલ્યો અને આદર્શોની ની ઉપર નિર્મિત કરવામાં આવ્યું છે. પૂજ્ય ધર્મજીવનદાસજીનું ગુરુકુલ માટે આધ્યાત્મિક અને આધુનિકતા તેમજ સંસ્કૃતિ અને સંસ્કાર નું વિઝન હતું. એ વિચાર બીજ આજે વિશાળ વટ વૃક્ષના સ્વરૂપમાં આપણી સામે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું હતું કે, ગુજરાતમાં આપ સૌ વચ્ચે વર્ષો સુધી રહ્યો છું મારું સૌભાગ્ય રહ્યું કે આ વટવૃક્ષને આકાર લેતા મેં પોતાની આંખોથી જોયું છે. સતવિદ્યાનો પ્રસાર એ સંસારનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે અને ગુરુકુલના આ કાર્યમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ની પ્રેરણા રહી છે. ક્યારેક રાજકોટમાં સાત વિદ્યાર્થીઓથી શરૂ થયેલા વિદ્યા પ્રતિષ્ઠાનમની આજે દેશ વિદેશમાં 40 શાખા છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે હજારો છાત્રોને સારા વિચાર મૂલ્યોથી સિંચ્યા છે. આધ્યાત્મના ક્ષેત્રમાં સમર્પિત યુવાથી લઈને ઈસરો, વૈજ્ઞાનિકો સુધી દેશની મેઘાને પોષિત કર્યું છે. આ ગુરુકુળની એ વિશેષતા પ્રભાવિત કરે છે કે ગરીબ છાત્રની શિક્ષા માટે એક દિવસનો માત્ર એક રૂપિયો ફી લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જણાવ્યું હતું કે, જે કાલ ખંડમાં દુનિયાના દેશોની ઓળખ તેના રાજ્યો અને રાજાઓથી થતી ત્યારે ભારતને ભારતભૂમિના ગુરુકુળથી ઓળખવામાં આવતું હતું. ગુરુકુલ પરંપરા સદીઓથી સમતા, મમતા, સમાનતા અને સેવાભાવની વાટિકાની નેમ સાથે કાર્ય કરતી આવી છે. નાલંદા અને તક્ષશિલા જેવા વિશ્વવિદ્યાલયો ભારતની ગુરુકુલ પરંપરાના વૈશ્વિક વૈભવના પર્યાય હતા. ભારતના કણ કણમાં જે વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ છે તે ગુરુકુલ પરંપરાના શોધ અને અન્વેષણના પરિણામ છે. આત્મતત્વ થી પરમાત્મા તત્વ સુધી આધ્યાત્મથી આયુર્વેદ સુધી સોશિયલ સાયન્સથી સોલાર સાયન્સ સુધી શૂન્યથી થી અનંત સુધી દરેક ક્ષેત્રે ભારતે અંધકારથી ભરેલા યુગોમાં માનવતા અને પ્રકાશની કિરણો આપી જેનાથી આધુનિક વિશ્વ અને વિજ્ઞાનની યાત્રા શરૂ થઈ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું કે, ગુરુકુળ નો પુન ઉત્થાન કરવાની જરૂર છે અને ગુરુકુળ શા માટે મહત્વનું છે તે અંગે વિસ્તુ માહિતી આપી. આજે ગુરુકળથી યુવા પેઢીના સંસ્કાર સિંચન માટે ખૂબ મદદગાર નિવડે છે તેના કારણે સદગુર શાસ્ત્રીજી મહારાજે પુન: ઉત્થાન કરવાનો સફળ પ્રયાસ કર્યો છે આજે ગુરુકુળમાં આશરે એક લાખ 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ગુરુકુળમાં રોજનો એક રૂપિયામાં અભ્યાસ સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેના કારણે ગરિબ વિદ્યાર્થી પણ ભણી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ગુરુકુળમાંથી સારા સંસ્કાર મળે છે તેના કારણે વ્યસન થી દુર રહે છે.ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓને સારા સંસ્કાર સાથે અભ્યાસ કરવાની ઉત્તમ તક મળે છે જેનો લાભ તેમના પરિવાર સાથે દેશને પણ મેળે છે. સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થા ભારતીય મુલ્યો અને આદર્શોને સાચવવાનું કામ કરી રહી છે.
આ કાર્યક્રમમાં સદગુરશ્રી શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામી, પૂ.દેવકુષ્ણદાસજી સ્વામી, પૂ. મહંતશ્રી દેવપ્રસાદજી સ્વામી, પૂ.ધર્મવલ્લભ સ્વામી, રાજયના મંત્રીઓ મુકેશભાઇ પટેલ પ્રફુલભાઇ પાનસેરિયા, પદ્મશ્રી સવજીભાઇ, રાજેશભાઇ દૂઘાત સહિતના આમંત્રીત મહાનુભાવો અને સંતગણ ઉપસ્થિત રહ્યા હતા.