અર્બુદા સેનાના ઘોડાપુર ને જોઈ ને મહેસાણામાં પોલીસે પાછલા દરવાજે થી પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી ને કોર્ટ માં લઇ ગઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી વિપુલ ચૌધરીની ગઇકાલે ધરપકડ કરાઇ હતી. ત્યારે તેમને શુક્રવારે મહેસાણા કોર્ટમાં કરાયા હતાજેમાં કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.જયારે તેમને મહેસાણા કોર્ટ માં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા ત્યારે કોર્ટની બહાર અર્બુદા સેનાએ ના કાર્યકરો મોટી સંખ્યા માં ઉમટી પડતા પોલીસે પાછલા દરવાજે વિપુલ ચૌધરી ને રજૂ કરવાની ફરજ પડી હતી.
વિપુલ ચૌધરી મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે.તેમના કાર્યકાળ દરમ્યાન ડેરીના નાણાકીય વ્યવહારો બાબતે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.જેમાં 800 કરોડનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું જેમાં વિપુલ ચૌધરી અને તેમના PA સામે પગલાં ભરીને આખરે બંનેની ધરપકડ કરાઈ છે. તેઓ ની સામે 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.