ચોખા એ લગભગ બધા જ ઘરોમાં ખવાય છે આપણા ભારતમાં તો અમુક રાજ્યમાં ચોખાની જ મુખ્ય ભોજન માનવામાં આવે છે ઘણા લોકોને ભાત વગર ભોજન અધૂરું જ લાગે છે માટે જ બધા ઘઉં અને દાળ સાથે ચોખા ને પણ સ્ટોર કરે છે. સારી ગુણવત્તાવાળા ચોખા ને ઓળખવા અને ખરીદવા એ સરળ નથી.
બજારમાં તમને ચોખાની ઘણા પ્રકારની વેરાયટી જોવા મળે છે. જો તમે પણ ઉસ્ના ચોખા કે સેલા રાઈસ ખાઓ છો તો તમારી પણ એ જાણવું ખૂબ જ જરુરી બને છે, કે એ ચોખા ભેળસેળવાળા તો નથી ને !
FSSAI દ્વારા ટ્વીટર પર જાહેર કરવામાં આવ્યું છે કે, સેલા ચોખામાં થતી ભેળસેળને કેવી રીતે પારખવી. ભારતના દક્ષિણ -પૂર્વ ભાગમાં મોટા ભાગે ઉસ્ના ચોખા અથવા સેલા ચોખા નો વપરાશ કરવામાં આવે છે.
ભેળસેળની તપાસ – સેલા ચોખામાં હળદરની ભેળસેળ કરાય છે. એને ચકાસવા માટે FSSAI દ્વારા એક રીત જાહેર કરવામાં આવી છે.
કેમ કે સેલા ચોખા અને ઉસ્ના ચોખામાં હળદર ભેળવવામાં આવે છે સેલા ચોખાને સૌપ્રથમ બાફવામાં આવે છે. ત્યાર પછી એની ગુણવત્તા અને પોષણ ને જાળવી રાખવાના હેતુથી એને સૂકવી દેવામાં આવે છે.
ભેળ ની ઓળખ કરવાની રીત – સેલા ચોખા માં હળદર ની ભેળસેળ છે કે નહીં એ જાણવા માટે ની પ્રક્રિયા આ મુજબ છે. સૌથી પહેલાં એક કાચની પ્લેટ લેવી. કાચની પ્લેટમાં થોડા સેલા રાઈસ લેવા. એ રાઈસ પર પલાળેલો ચૂનો નાખવો.
આ પ્રક્રિયામાં તમે જોઇ શકશો કે જે ચોખા શુદ્ધ છે એનો કલર બદલાશે નહીં. અને જે ચોખા ભેળસેળવાળા છે એનો કલર બદલાઈ ને લાલ થઈ જશે. આ પરિણામ પરથી જાણવા મળે છે કે લાલ થઈ ગયેલા ચોખાએ ભેળસેળવાળા છે.