કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન શોપિંગને કારણે લોકો હવે બજાર અને દુકાન સુધી જલ્દી જતા નથી. આવામાં બેઠાડુ જીવન જીવતા લોકોએ અનેક શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે. સમય વગરનું જમવાનું અને શ્રમ વિનાના રોજિંદા જીવનને કારણે વજન પણ વધતુ જાય છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવાનો સૌથી સહેલો રસ્તો છે ડેઈલી મોર્નિંગ વોક (Morning Walk). નિયમિત રીતે મોર્નિંગ વોક કરવાથી કેલેરીને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. જો કે, સવારે ચાલવા જતા પહેલા
કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
મોર્નિંગ વોક કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
1. વજન ઘટાડવા માટે, ધીમે ચાલવાને બદલે ઝડપથી ચાલવાની પ્રેક્ટિસ કરો.
2. શરૂઆતમાં ધીમે-ધીમે ચાલો, ત્યાબાદ સ્પીડ વોક શરૂ કરો.
3. સ્પીડ વોક કરતી વખતે પગની વચ્ચે તાલમેલ જાળવીને આગળ વધો.
4. આ રીતે ચાલતી વખતે તમારી મુદ્રા સીધી રાખો જેથી શરીરમાં કોઈ તાણ ન આવે.
5. વચ્ચે-વચ્ચે ઉભા ન રહી જાવ, નહીંતર પેટની ચરબી ઘટાડવામાં સમસ્યા થશે.
6. જો તમે જલ્દી જલ્દી બ્રેક લેશો, તો વજન ઘટાડતી વખતે તમને ઇચ્છિત પરિણામ નહીં મળે.
7. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો તમે લગભગ અડધા કલાક સુધી સ્પીડ વોક કરો છો, તો તેની અસર થોડા દિવસોમાં દેખાશે.
8. તમારા મન પ્રમાણે પરિણામ ન આવે ત્યાં સુધી ચાલવાની આ પ્રેક્ટિસ કરતા રહો, સવારે વોકમાંથી કોઈ દિવસ રજા ન લો.