આણંદ
અભિનેત્રી સની લિયોન અને તેઓના પતિ ડેનિઅલ વેબર દ્વારા આણંદ ખાતે રખડતા મૂંગા જીવોની એમ્બ્યુલન્સ નો શુભારંભ
અભિનેત્રી સની લિયોન અને તેઓના પતિ ડેનિઅલ વેબર દ્વારા આણંદ ખાતે રખડતા મૂંગા જીવોની એમ્બ્યુલન્સ નો શુભારંભ
RRSAINDIA કે જેઓ રખડતા મૂંગા જીવો માટે કામ કરી રહેલ સંસ્થા છે જે અંતર્ગત જોળ ગામ પાણીની કેનાલ પાસે તેઓની મૂંગા જીવોનું દવાખાનું આવેલ છે.હાલમાં જ સંસ્થા દ્વારા નાના જીવો જેવા કે કુતરા અને બિલાડી અને મોટા જીવો જેવાકે ગાય અને ગધેડાઓને તાત્કાલિક સારવાર મળી રહે તે અર્થે અલગ અલગ 2 એમ્બ્યુલન્સિસ ફાળવવામાં આવેલ હતી જેઓ શુભારંભ જાણીતી અભિનેત્રી સની લિયોન અને તેઓના પતિ ડેનિઅલ વેબર દ્વારા વરચ્યુઅલી કરવામાં આવેલ હતો.
આ આણંદ સંસ્થાના દાતા દત્તેનભાઈ, આદીતભાઇ, નીલમબેન ,આશાબેન, નબનીતાબેન તેમજ અસંખ્ય જીવદયાપ્રેમી સજ્જન હાજર રહેલ હતા.
સંસ્થાના સ્થાપક અને સંચાલક ડૉ.ભાવેશભાઈ, સંસ્થાના સભ્યો અંજલિ છગનાની, તન્મય શુક્લ અને અન્ય સ્ટાફ પરિવારે ભેગા થઈ આ કાર્યક્રમને સફળતાપૂર્ણ પાર પાડ્યો હતો, આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને સંચાલક ડૉ.ભાવેશભાઈએ જણાવેલ હતું કે તેઓનું લક્ષ્ય છે કે આવનાર સમયમાં નાની-મોટી બધી જ સુવિધા સાથે અસંખ્ય જીલ્લામાં મૂંગા જીવોની હોસ્પિટલ અને રહેવાની જગ્યાનું આયોજન થાય, મૂક જીવો માટે લોકો અમારી સાથે જોડાઈને જેતે જિલ્લા-ગામડાના લોકો પોતપોતાના જિલ્લા-ગામડામાં માળખાગત સુવિધાઓ શરૂ કરવા પ્રયત્ન કરે તો અસંખ્ય મૂંગા જીવોને સારવારના અભાવે જીવ ખોવો નહીં પડે.