અમદાવાદમાં બે માસમાં ૨૦૦ જેટલા ઓરીના કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોનનો ઓછો થયા બાદ પાંચ વર્ષ સુધીના બાળકો ઓરીનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમા ઓરીના કેસની સ્થિતિને લઇ કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમા તપાસ શરૂ કરી છે..અમદાવાદ મહાનગર પાલિકા ના આરોગ્ય વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામા આવ્યુ છે. ગીચ વસ્તી અને સ્લમ વિસ્તારમા આશા હેલ્થ વર્કરની ટીમને હાઉસ ટુ હાઉસ સર્વે માટે મોકલતા અત્યાર સુધીમા શહેરના નવ વિસ્તારમાંથી 2૦૦ જેટલા ઓરીના કેસ જોવા મળ્યા છે. દાણીલીમડા,સરખેજ, બહેરમપુરા, ગોમતીપુર સહિતનાં વિસ્તારમાં કેસ નોંધાયા છે.