બોલિવુડ અભિનેતા અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ ‘દસવી’થી ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મનો ક્રેઝ ચાહકોમાં પહેલેથી જ જોવા મળી રહ્યો છે. આ કારણોસર, તમામ નજર આ ફિલ્મ સાથે સંબંધિત દરેક અપડેટ પર છે.
આ વચ્ચે મેકર્સ દ્વારા ફિલ્મ ‘દસવી’નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં અભિષેક બચ્ચાના પાત્ર ગંગારામ ચૌધરી વિશે જણાવવામાં આવ્યું છે. આ ટીઝર ખૂદ અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.
હકિકતમાં અભિષેક બચ્ચને થોડા સમય પહેલા તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં અભિનિતાએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન એક કેદીની ભૂમિકામાં જોવા મળશે.
પોસ્ટરમાં અભિષેક બચ્ચન લાઈબ્રેરીમાં ટેબલ પર ઉભેલા જોવા મળે છે. તેમની સ્ટાઈલ કોઈ નેતાથી ઓછી નથી. ફિલ્મના ટીઝરે ઘણા સવાલો ઉભા કર્યા છે. જેમ કે ગંગારામ ચૌધરી કોણ છે? અને તે શા માટે ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે?
આ પોસ્ટની સાથેના કેપ્શનમાં અભિષેક બચ્ચને લખ્યું કે, 10માની પરીક્ષા માટે એક વિદ્યાર્થી તરફથી બીજા વિદ્યાર્થીને ઘણી શુભેચ્છાઓ.
આ ફિલ્મને તુષાર જલોટાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ઉપરાંત યામી ગૌતમ અને નિમરત કૌર પણ જોવા મળશે. અભિષેક બચ્ચનની આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 એપ્રિલે સ્ટ્રીમ થશે.