અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન આરતી તથા દર્શનનો સમય
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, ભાદરવા સુદ-૯ (નોમ) તા.૦૫/૦૯/૨૦૨૨ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૨ અંબાજી ખાતે યોજાનાર હોઈ આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.
તા.૦૫/૦૯/૨૦૨૨ થી ભાદરવા સુદ-૧૫ (પુનમ) તા.૧૦/૦૯/૨૦૨૨ સુધી ભાદરવી પુનમ મહામેળો-૨૦૨૨ દરમ્યાન અંબાજી ખાતે આરતી, દર્શન તથા રાજભોગનો સમય આ પ્રમાણે છે. આરતી સવારે ૦૫:૦૦ થી ૦૫:૩૦, દર્શન સવારે ૦૫:૩૦ થી ૧૧:૩૦, રાજભોગ ૧૨:૦૦, દર્શન બપોરે ૧૨:૩૦ થી ૧૭:૩૦, આરતી સાંજે ૧૯:૦૦ થી ૧૯:૩૦, દર્શન સાંજે ૧૯:૩૦ થી ૨૪:૦૦ રહેશે. તા.૧૧/૦૯/૨૦૨૨ થી આરતી/દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.