જગન્નાથ યાત્રા દરમિયાન કેવી રીતે ઇતિહાસ સર્જશે આમ આદમી પાર્ટી !
ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી
ભગવાન જગન્નાથના આશિર્વાદ લેવા અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત
ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા પહેલી જુલાઇના રોજ નિજ મંદિર જમાલપુરથી નિકળનાર છે ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત ભગવાન જગન્નાથનો રથ ખેચી યાત્રાનો આરંભ કરાવશે
ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ભગવાન જગન્નાથના આશિર્વાદ મેળવવા માટે દિલ્હીથી ખાસ અમદાવાદ આવશે, અને તેઓ ભગવાન
જગન્નાથના આશિર્વાદ લઇ સરસપુર ખાતે રણછોડ રાય મંદિરે ભગવાનના મામેરા દરમિયાન ઉપસ્થિત રહી સરસપુરમાં રથ ખેચવાની સેવા આપી શકે છે આ સમાન્ય વાત નથી, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત
આ પ્રકારની ઘટના બનશે,
ગુજરાત વિધાનસભાની ચૂટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે 27 વરસથી ભાજપનો ગઢ રહેલ ગુજરાતને જાળવી રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્રમોદી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ
જે પી નડ્ડા અને સંધ પરિવારની ભગની સંસ્થાઓ દિન રાત એક કરી રહી છે, ત્યારે બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં કોંગ્રેસને સત્તા પરથી ઉખાડી ફેંકીને સત્તા કબ્જે કરવામાં સફળ થયેલ આમ આદમી પાર્ટીનો
ફોક્સ હવે ગુજરાતનુ ગાંધીનગર વિધાનસભા છે, વર્ષ 1989માં સોમનાથથી અયોધ્યા સુધી એલ કે આડવાણીના નેતૃત્વમાં યોજાયેલ રામ મંદિર મુદ્દે યાત્રાના પરિણામે હિન્દુત્વની લહેર ઉભી થતા ગુજરાતમા ભાજપને
1990માં યોજાયેલ વિધાનસભામાં ભાજપને 67 બેઠકો મળી હતી, અને જનતા દળ સાથે ભાજપને સરકારની ભાગીદારી મળી હતી, જોકે વર્ષ 1992માં બાબરી મસ્જીદ ધ્વસ્ત થયા બાદ ભાજપ અને જનતા દળનુ ગઠબંધન તુટ્યુ. વર્ષ 1995માં ભય ભુખ અને ભ્રષ્ટાચાર એસ ટી બસમાં ભાડમાં રાહત, વિજ બિલમાં 25 ટકા રાહત જેવા વચનો આપ્યા હતા, ગુજરાતમાં પરિવર્તન લાવો ભાજપને એક તક આપો તેવા સુત્ર ભાજપે સમગ્ર ગુજરાતમાં
ગુંચતા કર્યા હતા, જેની સીધી અસર ગુજરાતની જનતા ઉપર થઇ અને ભારતિય જનતા પાર્ટીને પ્રથમ વખત 121 બેઠકો સાથે સત્તા મળી,, અને સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા,,
ત્યારથી આજ દિન સુધી ગુજરાત ભાજપ માટે અજેય ગઢ બની ચુક્યો છે,,
હિન્દુત્વની લહેર અને વિકાસની રાજનીતિ સાથે ગુજરાત હવે ભાજપનો અભેદ્દ કિલ્લો બની ચુક્યો છે ત્યારે આમ આદમી પાર્ટી સંધ અને ભાજપની સ્ટાઇલથી ગુજરાતમાં પ્રચાર પ્રસાર અને લોકોની વચ્ચે જઇ રહી છે, જેમાં
મફત વિજળી, શિક્ષણ, આરોગ્ય, જેવા મુદ્દાઓને લઇને સમગ્ર ગુજરાતમા આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા યોજીને ગુજરાતની જનતાનુ મન જાણવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આપના રાષ્ટ્રિય નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યુ છે કે ગુજરાતમાં જનતાએ 27 વર્ષ જુના ભાજપને કિલ્લાને ધ્વસ્ત કરવાનું મન બનાવી લીધુ છે, આગામી સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે,જેને કોઇ ચમરબંધી પણ રોકી શકે તેમ નથી,
ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનમાં કઇ રીતે થઇ રહ્યો છે મોટો કૌભાંડ
સમગ્ર દેશમાં જગન્નાથપુરીની રથયાત્રા બાદ ગુજરાતના અમદાવાદની રથયાત્રા જાણીતી છે, ખુદ ભગવાન જગન્નાથ યાત્રા પોતાના ભાઇ બહેન સાથે નિજ મંદિર જમાલપુરથી સમગ્ર શહેરમાં ભક્તોને આશિર્વાદ આપવા માટે
જતા હોય છે એ સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન ઉપસ્થિત રહી રથ ખેચી પ્રસ્થાન કરાવતા હોય છે, ત્યારે તેમનુ મોસાળ સરસપુરમાં પણ ભાવિક ભક્તો દ્વારા તેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવતું હોય છે,આ ધાર્મિક યા6ાનુ પોલીટીકલ માઇલેજ પણ ભાજપને મળતુ રહ્યુ છે, ત્યારે આ વખતે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના આશિર્વાદ લેવા માટે તેઓ દિલ્હીથી ખાસ આવવાના હોવાનુ
આપના સુત્રો કહી રહ્યા છે,, તેઓ જગન્નાથના મંદિરની આરતી ઉતારવા 30મી જુને અમદાવાદ આવશે અને એક જુલાઇએ તેઓ સરસપુરમા રથયાત્રામાં ભાવિક ભક્તો સાથે ઉપસ્થિત રહી ભગવાનના રથને સરસપુર
ચાર રસ્તાથી બાબા સાહેબ આંબેડકર હોલ સુધી ખેચશે જેના માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે, તેમ સુત્રો જાણાવી રહ્યા છે,, પણ હજુ સુધી અરવિંદ કેજરીવાલ તરફથી કોઇ કન્ફરમેશન મળ્યું નથી
ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછત છેઃ ઇસુદાન ગઢવી