15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓના કેસરિયા
આમ આદમી પાર્ટીના મંત્રી ના હિંદુ વિરોધી શપથ ગ્રહણનો વિડિયો વાયરલ થતા આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.હજુ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જામનગર AAPમાં ગાબડું
15 જેટલાં AAPના પૂર્વ હોદ્દેદારો ભાજપમાં જોડાયા
200 જેટલા કાર્યકતાઓ પણ વિધિવત રીતે જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં એક બાદ રાજકીય પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ક્યારેક AAPમાંથી કોઇ ભાજપમાં જોડાય છે તો કોઇ કોંગ્રેસમાં, તો ક્યારેક કોઇ કોંગ્રેસમાંથી ભાજપમાં કે AAPમાં જોડાય છે તો ક્યારેક ભાજપમાંથી કોઇ AAPમાં અથવા તો કોંગ્રેસમાં જોડાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વખત ચૂંટણી પહેલા જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે.
રાજ્યમાં ચૂંટણીને હવે ઝાઝો સમય નથી રહ્યો ત્યારે એ પહેલાં જ જામનગર AAPમાં મોટું ગાબડું પડી ગયું છે. આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 જેટલા પૂર્વ હોદ્દેદારો અને 200 જેટલાં કાર્યકર્તાઓએ આજે કેસરિયો ધારણ કરી લીધો છે.
શહેરના અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિત સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવીને AAPના કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા છે. અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિધિવત રીતે ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા.