મતદાન માટે અનોખો જાગૃતિ અભિયાન !
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે,ત્યારે અમદાવાદના એક પરિવારે પોતાના ઘરે લગનના પ્રસંગેને લોકશાહીનો પર્વ બનાવી દીધો છે, આ પરિવારે લગન કંકોત્રીમાં જ મતદાન કરવા માટે અપિલ કરી છે, એક તરફ તંત્ર જ્યારે મતદાન બહોળા પ્રમાણમાં થાય તે માટે ખાસ અભિયાન ચલાવી રહ્યો છે,ત્યારે આ પરિવારે પણ જે રીતે લગન કંકોત્રીમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી છે તે પ્રસંશનિય છે,, લોકશાહીમાં જ્યારે એક એક મતોનો મુલ્ય હોય છે,,ત્યારે આ લોકશાહીનો પર્વ આવી રહ્યુ છે, ત્યારે લોકશાહીના સ્તંભને મજબુત કરવા માટે દરેક મતદાર જોડાય તે જરુરી છે, ત્યારે પંચાત ટીવી પણ અપીલ કરે છે તમામ મતદારો મતદાન જરુર કરે