અમદાવાદ
રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ
ગુજરાતમાં ચૂંટણી માટે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે હવે ભારતિય જનતા પાર્ટી રાજ્યાના 50 લાખ પરિવારમાં જઇને જનસંપર્ક કરશે, આ જન સંપર્કમાં તેઓ ભાજપને લઇને મતદારો શુ માને છે તેને લઇને સર્વે કરાશે
ખાસ કરીને મતદારોમાં જો અણગમો હોય તો કયા કારણોસર અણગમો છે, તેના કારણો નક્કી કરીને તેને દુર કરવાનો પ્રયત્ન કરાશે, એટલે કે આમ આદમી પાર્ટી અને કોગ્રેસ સામે મોરચો માંડવા ભાજપે નવી રણનિતી બનાવી છે
કલોલમા એવુ તો શુ બન્યુ કે ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સીએમ ને નહી પણ પીએમને પત્ર લખવાની પડી જરુર
ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ જ્યારે 182 સીટો જીતવાના નેમ સાથે આ વખતે મેદાને ઉતર્યા છે,,ત્યારે તેઓ એ તમામ રીતી નિતી અપનાવી રહ્યા છે જે રાજનિતીમાં અપનાવી શકાય, એક તરફ તેઓ સંગઠનની શક્તિ વધારવા માટે સદસ્યતા અભિયાનમાં ગુજરાતને નંબર વન બનાવી રહ્યા છે, તો બીજી બાજુ થીમ સોંગ લોંચ કરીને કાર્યકર્તાઓમાં જોશ ભરી રહ્યા છે, જેમાં સરકારની યોજનાઓ સંગઠનની કામગીરીને ભરપુર દર્શાવવામાં આવી રહી છે, ભાજપ પ્રદેશ પ્રમુખને એ વાતની સારી રીતે ખબર છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સમાન્ય જરુરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસામાને છે તેને લઇને જનતા ત્રસ્ત છે, બીજી તરફ લોકોની આવકમાં કમી આવી છે, અને ખર્ચો વધ્યો છે, બીજી તરફ આમ આદમી પાર્ટીની મફતની સ્કીમ યોજનાથી પણ ભાજપ પરેશાન છે,
ભારતિય જનતા પાર્ટીને એ વાતનો અહેસાસ છે કે જો કેજરીવાલનો મફત વિજળી, પાણી, શિક્ષણ આરોગ્ય જેવી વાતો લોકોના મનમાં ઘર કરી ગઇ તો ભાજપની 150 સીટો જીતવાના સ્વપ્ન તુટી જશે અને કદાજ ભાજપની હાર પણ થઇ શકે છે, પરિણામે ભાજપ હવે ઘરે ઘરે જઇને લોકોના મતવ્યો લેવા માંગે છે, જેમાં ભારતિય જનતા પાર્ટી સરકારની કઇ યોજનાઓ તેમને ગમે છે, કઇ બાબત નથી ગમતી,તેવી બાબતોનો સર્વે કરાશે, અને માનવામાં આવે છે છે કે આ સર્વેમાંથી ભાજપ પોતાનુ ચૂંટણી ઢંઢંરો કહો કે પછી સંકલ્પ પત્ર તે પણ બનાવશે,
બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
પણ પાટીલ સાહેબની આ વાતમાં પણ એક પેંચ છે કારણ કે જે રીતે મોધવારી લોકોને નડી રહી છે તેને દુર કરવા માટે જરુરથી મતદારો કહેશે, તો શુ ભારતિય જનતા પાર્ટી પણ ગુજરાતમાં કેજરીવાલ મોડેલ ઉપર આવવા મજબુર
થવુ પડશે કે પછી હિન્દુ મુસ્લિમ, મંદિર મસ્જીદ જેવા મુદ્દાઓને આગળ વધારીને તેઓ ચૂટણી માટે રણનિતી બનાવશે, પણ એક વાત જરુર છે જે ભાજપ માટે આમ આદમી પાર્ટી જે રીતે પડકાર બનીને આવી છે તેનાથી
ભાજપના ટેન્શનમાં વધારો તો થયો જ છે, અને આ સર્વે એ વાતનો પુરાવો છે,