અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો !
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !
પાટણ વિધાનસભા બેઠક પર થી ગુજરાત ના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ના પુત્રી અનાર પટેલ લડી શકે તે પ્રબળ સંભાવના છે ત્યારે અનાર પટેલ ને લઇ અમદાવાદ માં નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ કાર્યકર્તાઓ કરી રહ્યા છે જોકે કેટલાક પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ના વિરોધી જૂથ ના તેમના નામનો વિરોધ કરે તો તેઓ ઉત્તરગુજરાત ના પાટણ કે ઊંઝા બેઠક પર થી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે.તમને બતાવી દઇએ કે અનાર પટેલ કોઇ પણ પ્રકારની ચૂંટણી લડવાનુ ઇન્કાર કરી ચુક્યા છે
પાટણ વિધાનસભા નો ઇતિહાસ
વર્ષ 1962 માં કોંગ્રેસ ના વિજય કુમાર ત્રિવેદી એ સ્વત્રંત્ર પક્ષ ના રણછોડભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 1962 માં કોંગ્રેસ ના વિજય કુમાર ત્રિવેદી એ સ્વત્રંત્ર પક્ષ ના એસ એમ શાહ ને હરાવ્યા
વર્સજ 1972 માં કોંગ્રેસ ના નાથાભાઈ દેસાઈ એ ભારતીય જન સંઘ ના કરસન ઠાકોર ને હરાવ્યા
વર્ષ 1975 માં ભારતીય જન સંઘ ના ભગવાનદાસ અમીને કોંગ્રેસ ના ભુદરભાઈ પટેલ ને હરાવ્યા કટોકટી બાદ યોજાયેલ ચૂંટણી માં
વર્ષ 1980 માં જનતાપાર્ટી ના ડાહ્યાભાઈ પટેલે કોંગ્રેસ આઈ ના સરોજબેન પંડ્યા ને હરાવ્યા
વર્ષ 1985 માં કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલે જનતા પાર્ટી ના ડાહ્યાભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 1990 માં ભાજપ ના અરવિંદ પટેલે કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 1995 માં ભાજપ ના અરવિંદ પટેલે કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 1998 માં ભાજપ ના મોહનભાઇ પટેલે ઓલ ઇન્ડિયા રાષ્ટ્રીય જનતા પાર્ટી ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 2002 માં ભાજપ ના આનંદીબેન પટેલે કોંગ્રેસ ના કાંતિભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 2007 માં ભાજપ ના આનંદીબેન પટેલે કાંતિભાઈ પટેલ ને હરાવ્યા
વર્ષ 2012 માં ભાજપ ના રણછોડ ભાઈ દેસાઈ એ કોંગ્રેસ ના જોધાજી ઠાકોર ને હરાવ્યા
વર્ષ 2017 માં કોંગ્રેસ ના કિરીટ પટેલે ભાજપ ના રણછોડ ભાઈ દેસાઈ ને હરાવ્યા
ઐતિહાસિક તથ્યો
પાટણ વિધાનસભા બેઠક બીજેપી નો પૂર્વાવતાર જનસંઘ ના ઉમેદવાર ભગવાનદાસ અમીન પ્રથમ વખત વર્ષ 1975 માં ચૂંટણી જીત્યા હતા
જયારે વર્ષ 1990 થી વર્ષ 2017 સુધી બીજેપી નો દબદબો યથાવત રહ્યો હતો જોકે 27 વર્ષ કોંગ્રેસ ના પાટીદાર નેતા અને ઉત્તરગુજરાત યુનિવર્સીટી માં સિન્ડિકેટ સભ્ય તરીકે ફરજ બજાવતા અને યુવાઓ માં લોકપ્રિય કિરીટ પટેલે બીજેપી ના ગઢ માં કાંગરા પાડી દીધા હતા જોકે તેઓ ને પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભા ની વર્ષ 2017 ની ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર પૂર્વ પ્રધાન રણછોડ દેસાઈ ને ધૂળ ચાટતા કરી દઈ ને પાટણ ના ગઢ ને હચમચાવી દીધો હતો
પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ના વિજય ત્રિવેદી વર્ષ 1962 અને વર્ષ 1967 માં ,ભાજપ ના અરવિંદ પટેલ વર્ષ 1990 અને વર્ષ 1995 જયારે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ વર્ષ 2002 અને 2007 એમ બે વખત ચૂંટણી જીતવા નો રેકોર્ડ ધરાવે છે પાટણ વિધાનસભા બેઠક પર આજ દિન સુધી જીતવા ની કોઈ હેટ્રિક કરી શક્યું નથી
જયારે પાટણ વિધાનસભા બેઠક પર વર્ષ 1985 માં કાંતિભાઈ પટેલ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા જોકે તેમનો પાટણ વિધાનસભા બેઠક પર હારવા નો રેકોર્ડ તેમના નામે છે તેઓ વર્ષ 1990 ,વર્ષ 1995 ,વર્ષ 1998 ,વર્ષ 2002 અને વર્ષ 2007 એમ પાંચ વખત ચૂંટણી હારવા નો રેકોર્ડ કાંતિભાઈ પટેલ ના નામે નોંધાયેલો છે જે આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી
ભાજપ નો પૂર્વાવતાર જન સંઘ પ્રથમ વખત કટોકટી બાદ યોજાયેલ ગુજરાત વિધાનસભા ની વર્ષ 1975 માં યોજાયેલ ચૂંટણી માં પ્રથમ વખત પાટણ બેઠક પર થી ભગવાનદાસ અમીન ચૂંટણી જીત્યા હતા
આ બેઠક પર 9 વખત પાટીદારો ચૂંટણી જીત્યા છે જયારે બે વખત બ્રહ્મ સમાજ ના ઉમેદવાર અને રબારી સમાજ ના ઉમેદવાર ચૂંટણી જીત્યા છે
આ બેઠક પર પાટીદારો નું પ્રભુત્વ રહ્યું છે જે આજ દિન સુધી પાટીદારો એ જાળવી રાખ્યું છે
પાટીદારો નો ગઢ માનવા માં આવતી પાટણ બેઠક પર થી ગુજરાત ના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ વર્ષ 2002 અને 2007 માં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે
હવે જયારે તેઓ ઉત્તરપ્રદેશ ના રાજયપાલ તરીકે આનંદીબેન પટેલ જવાબદારી વહન કરી રહ્યા છે તેઓ હાલ ગુજરાત ની રાજનીતિ માં સક્રિય નથી ત્યારે સમાજ સેવા સાથે જોડાયેલ તેમના પુત્રી અનાર પટેલ ને લઇ ને રાજકીય ગલિયારાઓ માં ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે કે અનાર પટેલ આ વખતે વિધાનસભા ની ચૂંટણી લડશે તેઓ અમદાવાદ માં નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી શકે છે
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
અમદાવાદ માં આ બેઠકો પર થી ચૂંટણી લડવા ની તક પ્રાપ્ત ના થાય કે સંજોગોવસાત વિરોધી ટોળી દ્વારા વિરોધ કરવા માં આવે તો તેમના માટે ઉત્તરગુજરાત માં પાટણ અને ઊંઝા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે પસંદગી ઉતારી શકે છે તેમના નજીક ના સૂત્રો તરફ થી મળતી પ્રમાણે જો ઉત્તરપ્રદેશ ના રાજયપાલ અને ગુજરાત નું ગૌરવ આનંદીબેન પટેલ દેશ ના રાષ્ટ્પતિ બનશે તો અનાર પટેલ ચૂંટણી નહીં લડે જોકે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ને રાષ્ટ્પતિ તરીકે તક નહીં મળે તો અનાર પટેલ ઉત્તરગુજરાત માં પાટણ કે ઊંઝા બેઠક પર થી ચૂંટણી લડી શકે છે..છતાં અનાર પટેલ પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે તેઓ ઇલેક્શન નહી લડે,, છતાં તેમના સમર્થકો માને કે સંજોગો બનશે તો અનાર પટેલને ચૂટણીમાં ઝંપલાવવા માટે
સમર્થકો તરફથી જરુરથી કહેવાશે,