ઠાકોર સમાજ માટે હર હંમેશ સદૈવ સેવા માટે પ્રખર સમાજ સેવક ભરતસિંહ ઠાકોર ના પુત્ર રાજ ઠાકોરે દેશની નામાકીંત કહી શકાય તેવી નેશનલ લો યુનિવર્સીટી માંથી કાયદા નો સ્નાતક બન્યો છે જે સમગ્ર ગુજરાત ના ઠાકોર સમાજ માટે ગૌરવ ની બાબત કહી શકાય .સમગ્ર ગુજરાત માં પ્રથમ ઠાકોર સમાજ નો યુવાન નેશનલ લો યુનિવર્સીટી માંથી સ્નાતક બન્યો છે આ યુનિવર્સીટી માંથી કાયદા ના સ્નાતક થવા માટે નેશનલ લેવલ ની પરીક્ષા લેવાય છે જે ખુબજ કઠિન માનવા માં આવે છે લાખો ની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ત્યારે જૂજ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી ને સફળ થતા હોય છે ત્યારે રાજ ઠાકોરે એન્ટ્રન્સ એકઝામ પાસ કર્યા બાદ સફળતા પૂર્વક પાંચ વર્ષ નો અભ્યાસ પૂર્ણ કરી ને બી એ એલ એલ બી ની ડિગ્રી પ્રાપ્ત કરી ને સમગ્ર ગુજરાત ના ઠાકોર સમાજ ને એક નવો રાહ ચીંધ્યો છે ઠાકોર સમાજ ના બાળકો એ સફળ થવું હશે તો મહેનત કર્યા વગર છૂટકો નથી તેવો મહામંત્ર રાજ પાસે થી બધાએ અપનાવવો પડશે તોજ તમે બીજા સમાજ ની સાથે કદમ થી કદમ મિલાવી શકશો