Connect with us

kutchh

કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની આવક સારી થવાથી મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન

Published

on

ફ્લેમિંગો બ્રીડીંગ સાઈટ – કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ

 

જુલાઈ માસ વર્ષ-૨૦૨૨માં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં પાણીની આવક સારી થવાથી મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન

 

 

Advertisement

લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ જ્યારે નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવાય છે

 

બીજા ફ્લેમિંગો- પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરેનું આગમન

 

 

Advertisement

પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ વન્ય પ્રાણી અભ્યારણ હાલે મહત્વપૂર્ણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં હાલે ફ્લેમિંગોની લેસર અને ગ્રેટર ફ્લેમિંગો તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ મહત્વપૂર્ણ છે

કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં વર્ષ-૨૦૧૯ ના ચોમાસા દરમ્યાન બ્રીડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તથા અગાઉની બ્રીડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવામાં આવતી હોય છે.

વન કર્મચારીઓના લાંબાગાળાના ઉપરોક્ત નિરીક્ષણ અને અભ્યાસના આધારે વર્ષ-૨૦૨૦-૨૧ દરમ્યાન જુની બ્રીડીંગ સાઈટથી નજીકના વિસ્તારમાં આર્ટીફીસીયલ બ્રીડીંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા. જેનું માપ ૨૦૦ મીટર x ૧૦ મીટર x ૧ મીટર જેટલું રાખેલ. તેમજ વચ્ચેથી પાણીના નિકાલ માટે ૧૦૦ મીટરના અંતરે ૧૦ મીટર જેટલી જગ્યા રાખી આવા કુલ-૦૫ (પાંચ) જેટલા પ્લેટફોર્મ મીટીગેશન પ્લાન અંતર્ગત બનાવવામાં આવેલ હતા.

વર્ષ-૨૦૨૧ના ચોમાસા દરમ્યાન ઉપરોક્ત પ્લેટફોર્મ પર ફ્લેમિંગો દ્વારા માળા બનાવવાની શરૂઆત થયેલ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં રણમાં પાણીની આવક ન થતા ફ્લેમિંગો પરત ચાલ્યા ગયા હતા.

વર્ષ-૨૦૨૨ના જુલાઈ માસમાં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણના સમગ્ર મોટા રણ વિસ્તારમાં પાણીની આવક સારી થવાથી સમગ્ર રણ વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલ હતું. જેથી આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયેલ છે. અને ફ્લેમિંગો દ્વારા બનાવવામાં આવેલ ઉપરોક્ત તમામ પ્લેટફોર્મ પર જુલાઈ માસમાં વસાહત સ્થાપવામાં આવેલ છે અને ઈંડા મુકવામાં આવેલ છે. તેમજ ઓગષ્ટ માસના અંતમાં ઈંડામાંથી બચ્ચા તૈયાર થઇ ગયેલ છે.

Advertisement

ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સપ્ટેમ્બર માસ દરમ્યાન પણ ઉપરોક્ત પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં નવી વસાહતો બની રહી છે અને હજી બીજા ફ્લેમિંગો, પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરે જેવા જળચર પક્ષીઓનું આગમન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં થઇ રહ્યું છે એમ પૂર્વ વન વિભાગ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહજી સરવૈયા જણાવે છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

kutchh

ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે ડો.નીમાબેન આચાર્ય

Published

on

ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી, એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના, જૈન સાત સંઘના સંયુકત ઉપક્રમે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું

આજરોજ ભુજ ખાતે ક્રાન્તિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, તપગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના શ્રી જૈન સાત સંઘ ભુજના સંયુકત ઉપક્રમે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ ખાતે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, જૈનિઝમ પર શોર્ટ ટર્મ કોર્ષિસ શરૂ કરાયા છે તે ખરેખર અભિનંદનપાત્ર છે. આજે કોર્ષના સંદર્ભમાં સંશોધન અને અભ્યાસુઓને વધુ લાભ મળી શકે તે માટે પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું છે તેનાથી અભ્યાસુઓ લાભાન્વિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, સંતો અને ભંગવતો દ્વારા લાઇબ્રેરીને ૧૨ હજારથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે તે ખુબ જ ઉપયોગી થશે. આ પુસ્તકોની જૈનિઝમની વિચારધારા,મુલ્ય અને સંસ્કારોનું જતન થશે. તેમણે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું આજની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ડીજીટલ ઇન્ડીયાનો યુગ છે. ત્યારે વડાપ્રધાન આ મુહીમને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે અહીં પણ યુટયુબ ચેનલ શરૂ કરીને ટેકનોલોજી સમન્વય કરાયો છે તે સારી બાબત છે.


આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૈનિઝમ પર કોર્ષ સાથે આઇએએસ સ્ટીડી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનો તેનો લાભ લે તે જરૂરી છે. તેમણે પ્રાચીન ભારતના મુલ્યોને ઉજાગર કરવાની કચ્છ યુનિવર્સિટીની નેમ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પધારેલા સંતો-ભંગવતોએ ઉપસ્થિતોને ધાર્મિક સંદેશ આપ્યો હતો. વિવિધ સંઘના આગેવાનોશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, સાત સંઘના પ્રમુખ સ્મીતભાઇ ઝવેરી, મેહુલભાઇ ગાંધી, હિતેશભાઇ ખંડોર, જીગરભાઇ છેડા, કમલભાઇ મહેતા, હિમંતભાઇ ખંડોર, નવીનભાઇ , વિનોદભાઇ મહેતા સહીતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં જૈન સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

kutchh

ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ- ડૉ. નિમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા

Published

on

ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ- ડૉ. નિમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા

વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઇઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સુવિધા આપવામાં આવી

ભુજ શહેર ખાતે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઈઓની સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી હતી.
આ પ્રસંગે અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને સુરક્ષામાં વધારો કરીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લાગવાથી બહેનોની સુરક્ષામાં ખુબ જ વધારો થશે અને કોઈ પણ પ્રકાર ની સમસ્યાનું ઝડપથી નિરાકરણ થશે
આ તકે પોલીસ સ્ટાફ દ્વારા વોર્ડ નંબર પાંચના શહેરીજનો માટે સુરક્ષા માર્ગદર્શન રાખવામાં આવ્યું હતું

આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન મનુભા જાડેજા, અગ્રણી ડો.ભાવેશભાઇ આચાર્ય વોર્ડ નંબર પાંચના નગરસેવકો વેપારી ભાઈઓ તેમજ વોર્ડ નંબર પાંચના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Continue Reading

kutchh

કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

Published

on

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો

મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી

કિશોરીઓની આરોગ્ય તપાસ કરી આરોગ્ય શિક્ષણ આપવાની સાથે વજન ઊંચાઈ અને હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવી

કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું
મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત તાજેતરમાં મુન્દ્રા રોટરી હોલ ખાતે કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો.

તાલુકા હેલ્થ ઓફિસ અને રોટરી ક્લબ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા અને બારોઈની કિશોરીઓનું વજન – ઉંચાઈ તથા હિમોગ્લોબીન તપાસ કરવાની સાથે તેમને ધનુર વિરોધી રસી આપવામાં આવી હતી. સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. સોહાનાબેન મિસ્ત્રી તથા ડો. પૂજાબેન કોટડીયા દ્વારા આરોગ્ય તપાસણી કરી જરૂરી દવાઓ અને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે હિમોગ્લોબિન અને રસીકરણ સી.એચ.ઓ. ખુશ્બુબેન અસારીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માસિક ચક્ર વિશે સમજણ આપી અને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસના હરિભાઈ જાટીયા, પ્રકાશભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ વાઘેલા, જીગ્નેશભાઈ પંચાલ, સુમિત્રાબેન બલાત, કમળાબેન ફફલ તથા રોટરી ક્લબના પ્રમુખ સુનિલભાઈ વ્યાસની સાથે અતુલભાઇ પંડ્યા, બી. એમ. ગોહિલ, વિકી ગોહરાણી તથા ભુપેનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુન્દ્રા અને બારોઈની આશા બહેનોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.