બી એસ એફ માં ફરજ બજાવતા મેલાજી વાઘેલા ફરજ દરમ્યાન શહીદ થઇ ગયા છે તેઓ મૂળ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા ના ચકલાસી ગામના હતા,તેઓની અંતિમ યાત્રા 25 ડિસેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે નીકળનાર છે.
જેને લઇ નિવૃત પેરા મિલેટ્રી ફોર્સના ગુજરાતના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું કે મેલાજી વાઘેલાના જવાથી તેમના પરિવારને બહુ મોટી ખોટ પડી છે.જે ક્યારેય ભરી નહીં શકાય .પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
બી એસ એફ નો જવાન શહીદ
