અમદાવાદ
જૈનો દ્વારા 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલીનું કરાયું આયોજન
જૈનો દ્વારા 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલીનું કરાયું આયોજન
સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો કરશે વિરોધ
મુંબઈ, મદ્રાસ, સુરત, વડોદરા અને અમદાવાદના જૈન આગેવાનો પહોંચશે
જૈનોના પવિત્ર તિર્થ શેત્રુંજય પર્વત પરના સુરજકુંડ ખાતે આણંદજી કલ્યાણજી પેઢીએ લગાડેલા બોર્ડ અને CCTV કેમેરાના થાંભલાને તોડફોડ કરાતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. પાલિતાણાના તીર્થ સ્થાનમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો છે. આજે સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી યોજીને વિરોધ કરશે. સાથે જ મુંબઈ, મદ્રાસ, સુરત, વડોદરા અને અમદાવાદના જૈન આગેવાનો દાદા સાહેબ મંદિર ખાતે પહોંચશે. ભાવનગરનો જૈન સમાજ પણ વાહનો સાથે દાદા સાહેબ ખાતે પહોંચશે. આગામી 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલી યોજવામાં આવશે.