ફૂડ & રેસિપી
હોળી પર હોટેલ જેવી વાનગી બનાવો ઘરે, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે..
હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. હોળી-ધુળેટીના તહેવાર પર દરેકના ઘરે મીઠી વાનગી બનાવવામાં આવે છે. જોકે, હોળીનો તહેવાર ગુજીયા વિના અધૂરો ગણાય છે. આ સિવાય જો તમારે અન્ય સ્વીટ વાનગી બનાવવી હોય તો આ વખતે તમે માલપૂઆ ટ્રાય કરો. તે બનાવવામાં પણ એકદમ સરળ છે, ઘણા લોકો રબડી સાથે માલપુઆ ખાવાનું પસંદ કરે છે તો કેટલાકને એકલા માલપુઆ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
માલપૂઆ બનાવવાની સામગ્રી
– એક કપ મેંદો,
– એક કપ ઘઉંનો લોટ
– સોજીનો લોટ
– એક ચમચી પીસેલી વરિયાળી,
– ત્રણ થી ચાર પીસેલી એલચી પાવડર,
– નાળિયેર પાવડર,
– અડધો કપ ખાંડ,
– દૂધનો પાવડર
– ઘી અથવા તેલ તળવા માટે
બનાવવાની રીત
– માલપુઆ બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં મેંદો અને ઘઉંનો લોટ લો. તેમાં દૂધનો પાવડર અને સોજી નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ નાખતા જાઓ ને ગાઠા ન પડે તેમ મિક્સ કરતા જાવ. ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે 20-25 મિનિટ તેને એક બાજૂમાં મૂકી રાખો.
– હવે ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી મિક્સ કરો. આ મિશ્રણને 5-7 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેમાં એલચીનો પાવડર નાખી ગેસ બંધ કરી ચાસણીને એક બાજુ મૂકો.
– હવે ફરી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મિશ્રણને કડછી કે વાટકા વડે જેટલી સાઈઝમાં માલપુવા બનાવવા છે એટલુ મિશ્રણ નાખી બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરો,
– ત્યાર બાદ તેલમાંથી કાઢીને તૈયાર કરેલી ચાસણીમાં 5-7 મિનિટ ડુબડો. ત્યારબાદ ચાસણીમાંથી કાઢી લો. હવે તને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિસ કરો તો તૈયાર છે માલપુઆ.