અમદાવાદ
શ્રી પદમશાલી સમાજ દ્વારા સમૂહ લગ્ન નું કરાયું આયોજન
શ્રી પદમશાલી સમાજ દ્વારા માર્કડેશ્વર મહાદેવ મંદિર રખિયાલ દ્વારા 18માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પદમશાલી સમાજને સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.જયારે પૂર્વ ગૃહ રાજય પ્રધાન ગોરધન ઝડફિયા ,અમદાવાદના મેયર કિરીટ પરમાર ,બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ ,પૂર્વ હોસ્પિટલ કમિટીના ચેરમેન નાગેશ દેવલપલ્લી સહીત મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને વરવધૂઓને આશીવાર્દ પાઠવ્યા હતા.