ગાંધીનગર
બ્રહ્માકુમારીઝ ગાંધીનગર ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય,સેક્ટર.૨૮,ગાંધીનગર ખાતેના પીસપાર્ક હૉલમાં ૫, ફેબ્રુઆરી, રવિવારે સવારે ૯ થી ૧૨ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ.
ગાંધીનગરની સૌ પ્રથમ હિ ન્દી વેબ ન્યૂઝ ચેનલ તસ્વિરે ગાંધીનગરના ના ન્યૂઝ રીડર કુમારી રિયા કશ્યપભાઈ નિમાવતના જન્મ દિવસની અનોખી ઉજવણી રૂપે બ્રહ્માકુમારીઝ, “તેજ આઇ સેન્ટર”, ઇન્ડિયન રેડક્રોસ, ગાંધીનગર જિલ્લા શાખા તેમજ સ્કાઈ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ,ના સહયોગથી “નિશુલ્ક મેડિકલ કેમ્પ”નું આયોજન કરવામાં આવેલ.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં આંખોની તપાસ, હદયરોગ પ્રાથમિક તપાસ, કાન, નાક, ગળા, ડાયાબિટીઝ, બીપીની તપાસ, નવજાત શિશુ તેમજ નાના બાળકોની તપાસ, ફિઝિયોથેરાપી અંગે પ્રાથમિક માર્ગદર્શન અને નિશુલ્ક તપાસ કરવામાં આવેલ. અનીસ પરીખ તરફથી સાંધાના દુખાવા માટે માલિશ કરી આપવામાં આવેલ. સાથે સાથે પુષ્પ નક્ષત્ર નિમિત્તે રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા શુન્ય થી ૧૨ વર્ષ સુધીના બાળકોને ફ્રી સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવેલ.
કેમ્પમાં બ્રહ્માકુમારીઝ તરફથી સેવાકેન્દ્ર પ્રભારી આદરણીય કૈલાશદીદીજી દ્વારા સૌ ડોક્ટર્સ અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરવામાં આવેલ. ત્યારબાદ કૈલાશદીદીજી, ભ્રાતા અશ્વિનભાઈ ત્રિવદી, ડૉ. હાર્દિક પટેલ, ડૉ. સતીશ પરમાર, મહેન્દ્ર ગજ્જર, ડૉ.હાર્દિક તલાટી. પાર્થ ઠક્કર, હર્ષાબા ધાંધલ, કુ. રિયા નિમાવત, કશ્યપભાઈ નિમાવત, ડૉ. બોની ગજ્જર, ડૉ. દેવી ગજ્જર, રોટ.કિંજલ ત્રિવેદી દ્વારા મંગલ દીપ પ્રગટાવી કેમ્પનું શુભ ઉદઘાટન કરવામાં આવેલ.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પથી ૧૫૦ જેટલાં ભાઈ બહેનો લાભ લીધો હતો.