પાટણના સિદ્ધિ સરોવરને કિનારે સંત કહારનાથની સમાધિ પાસે યોજાયો મેળો
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સંત કહારનાથ ની જીવંત સમાધિએ ભરાતો લોક મેળોરદ કરાયો હતો જોકે આ વર્ષે પાટણમાં આવેલ સિદ્ધિ સરોવરને કિનારે ભાદરવા સુદ તેરસને દિવસે પટણી સમાજ દ્વારા ભવ્ય લોકમેળો યોજાયો હતો આ દિવસે શોભાયાત્રા, ભંડારો, સંતવાણી, આનંદના પાઠ યોજાયા હતા ન્યુ પટણી સ્પોર્ટ કલબ અમદાવાદ તરફથી પુલાવ, શીરાનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને આર્યોદય અમદુપુરા, અમદાવાદ તરફથી પૂરી શાક અને બુંદીના મહા પ્રસાદ નું વિતરણ કરાયું હતું. ભાદરવા સુદ તેરસ ને દિવસે રાજ્યમાંથી દેવીપુજક સમાજ દ્વારા સંતની સમાધિએ નેજા ચઢાવી પરંપરા ને યથાવત રાખી હતી સંત કહારનાથે ભાદરવા સુદ તેરસને દિવસે જીવતા સમાધિ લીધી હતી. તેમણે દસમા નાથ તરીકે પણ ઓળખવામાં આવે છે સમાધી સ્થળ ને 500 વર્ષ વિત્યા હોવા છતાં મંદિરનો વિકાસ થયો નથી તેથી પાટણના સ્થાનિક અગ્રણીઓ રાજુ આર પટણી, જયંતિ એસ પટની, રમેશ જે પટણી, ભરત એસ પટણી, પ્રકાશ જી પટણી એ મંદિરનો વિકાસ ઝડપથી થાય તેવી સંત કહાર નાથને પ્રાર્થના કરી હતી