PATAN
પાટણ જિલ્લા સહકારી દ્વારા જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો
પાટણ જીલ્લા સહકારી સંઘ દ્વારા આજે પાટણ ખાતે કૉ.ઓપરેટીવ બેંક અને ક્રેડિટ સોસાયટીઓનો જીલ્લા કક્ષાનો સેમિનાર NCUI,ન્યૂ દિલ્હી,ઇફ્કો અને ગુજકોમાસોલનાના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ડો.રાજુલબેન દેસાઈ, રાષ્ટ્રીય હોર્ટીકલચર બોર્ડના ડિરેક્ટર મનીષ દિલીપભાઈ સંઘાણી ,સંઘના ચેરમેન સુરેશભાઇ પટેલ,ઉત્તર ગુજરાત કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી.મહેસાણા અને પાટણ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી હરિભાઈ પટેલ,કાર્યક્રમના તજજ્ઞ તરીકે રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,માનદ મંત્રી પ્રભુદાનભાઈ ગઢવી ,સંઘના મેનેજર ભરતભાઇ રાજ્પુરોહિત,જિલ્લા સહકારી સંઘ બોર્ડ ઓફ ડાયરેક્ટર,જિલ્લાની બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન,ડિરેક્ટર અને મેનેજરો મળી કુલ-૧૭૦ સહકારી આગેવાનોએ સેમિનારમાં ભાગ લીધો હતો.