Connect with us

PATAN

પાટણ જિલ્લા સહકારી દ્વારા જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો

Published

on

 

પાટણ જીલ્લા સહકારી સંઘ દ્વારા આજે પાટણ ખાતે કૉ.ઓપરેટીવ બેંક અને ક્રેડિટ સોસાયટીઓનો જીલ્લા કક્ષાનો સેમિનાર NCUI,ન્યૂ દિલ્હી,ઇફ્કો અને ગુજકોમાસોલનાના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સદસ્ય રાષ્ટ્રીય મહિલા આયોગ ડો.રાજુલબેન દેસાઈ, રાષ્ટ્રીય હોર્ટીકલચર બોર્ડના ડિરેક્ટર મનીષ દિલીપભાઈ સંઘાણી ,સંઘના ચેરમેન સુરેશભાઇ પટેલ,ઉત્તર ગુજરાત કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીઝ ફેડરેશન લી.મહેસાણા અને પાટણ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી હરિભાઈ પટેલ,કાર્યક્રમના તજજ્ઞ તરીકે રાજ્ય સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર રાજેન્દ્રભાઈ ત્રિવેદી ,માનદ મંત્રી પ્રભુદાનભાઈ ગઢવી ,સંઘના મેનેજર ભરતભાઇ રાજ્પુરોહિત,જિલ્લા સહકારી સંઘ બોર્ડ ઓફ ડાયરેક્ટર,જિલ્લાની બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન,ડિરેક્ટર અને મેનેજરો મળી કુલ-૧૭૦ સહકારી આગેવાનોએ સેમિનારમાં ભાગ લીધો હતો.

PATAN

પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી

Published

on

પોલીસ દમન ના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પાટણ માં અભિજીત બારડ ના નેતૃત્વ માં યોજાઈ રેલી

પોલીસ દ્વારા ઠાકોર સમાજના યુવાનો પર કરાયેલા દમન ના વિરોધમાં ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત બારડ ના નેતૃત્વમાં પાટણમાં ગાંધી બાગ ખાતે ક્ષત્રિય સમાજે રેલી યોજી હતી તેઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.અને આવેદનપત્ર આપ્યું હતું..અને રજુઆત કરી હતી કે ઠાકોર સમાજ ના યુવાનો પર દમન ગુજારનાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આરેલી માં મોટી સંખ્યા માં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા હતા

 

 

Continue Reading

PATAN

પોલીસ દમન ના વિરોધમાં યુવા ક્ષત્રિય સમાજ સેના ગુજરાત દ્વારા પાટણમાં રેલી નું કરાયું આયોજન

Published

on

પાટણ જિલ્લાના વામ્યા ગામના યુવાન ને પોલીસ દ્વારા ઢોર મારવાના મામલે ક્ષત્રિય સમાજ દ્વારા અભિજીત રાઠોડ ના નેતૃત્વ માં પાટણ ખાતે શનિવારે રેલી યોજવામાં આવશે.સવારે 11 વાગ્યે ક્ષત્રિય સમાજના યુવાનો ગાંધી બાગ  પાટણ ખાતે એકત્રિત થઇ ને પાટણ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર જવાબદાર લોકો સામે પગલાં ભરવા માટે માંગ કરાશે.

Continue Reading

PATAN

આઠ બાઈ માતાજીની દેવીપૂજક સમાજે કરી મહાઆરતી

Published

on

 

સમગ્ર ગુજરાતના પટ્ટણી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર આઠ બાઈ માતાજી માનવા માં આવે છે ત્યારે આસો સુદ આઠમને દિવસે દેવીપુજક સમાજ દ્વારા આઠબાઈમાતાજીના ધામમાં મહા આરતી યોજાઈ હતી આશરે અઢીસો વર્ષ પહેલા ઝવેર જોશી હડુસીયા વારાએ માતાજીની સ્થાપના કરી હતી આ દિવસે મોહલ્લામાં સુખ શાંતિ માટે, ક્ષમા યાચના માટે માતાજીના નામની સગડી ઉપાડી પરંપરાને યથાવત રાખી હતી અંબાજીમાં ગર્ભગૃહમાં વિસા યંત્રની પૂજા થાય છે તેમ આઠબાઈ માતાજીના ધામમાં ગોખ ની અંદર જ્યોતની પૂજા થાય છે માતાજી નો ફોટો કે મૂર્તિ ની પૂજા થતી નથી માત્ર મઢમાં 250 વર્ષથી આઠબાઈ માતા પૂજાય છે પટણીવાસના સ્થાનિક અગ્રણી રમેશ જે પટણી ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ ઉપપ્રમુખ આરતી દર્શન નો લાભ લીધો હતો માતાજીના ભુવાજી કિશનભાઇ વી પટણી એ ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી તેમ પાટણના સામાજિક કાર્યકર પ્રકાશ. પટ્ટણી એ કહ્યું હતું

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.