ગાંધીનગર
ગાંધીનગર સાંસદ અમિત શાહ ના મત વિસ્તાર માં ઓગણજ ખાતે કેન્દ્રીય વિદ્યાલય બનશે
ગાંધીનગર સાંસદ અમિત શાહ ના મત વિસ્તાર માં ઓગણજ ખાતે કેન્દ્રીય વિદ્યાલય બનશે
ગાંધીનગર લોકસભા નાસાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના પ્રયાસોથી ઘાટલોડિયા વિધાનસભાના ઓગણજ ખાતે ટૂંક સમયમાં કેન્દ્રીય વિદ્યાલય સ્થાપિત થશે.
ગાંધીનગર ના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોથી ઘાટલોડિયા વિધાનસભાના ઓગણજ ખાતે ટૂંક સમયમાં કેન્દ્રીય વિદ્યાલય સ્થાપિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઘાટલોડિયા વિધાનસભાના ઓગણજ ખાતે કેન્દ્રિય વિદ્યાલય શરૂ થાય તે માટે કેન્દ્રિય શિક્ષા મંત્રાલયને ભલામણ કરી હતી. જેના કારણે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભાને કેન્દ્રિય વિદ્યાલયની ભેટ મળશે.
ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે કમર કસી છે ત્યારે સમગ્ર દેશમાં તેમનું સંસદીય ક્ષેત્ર આદર્શ ગ્રામ યોજનામાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને મોડેલ તરીકે ઉપસી આવ્યું છે.