અમદાવાદ
બાપુનગર વિધાનસભા બેઠક જીતવા માટે સી આર પાટીલ કેમ ઉતર્યા મેદાનમાં

रक्तदान सबसे बड़ा दान है इसलिए;
इसदान में बढ़ चढ़ कर हिस्सा ले;
आपकी एक कोशिश किसी को
जीवन दान दे सकती हैं ||
પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ની ઉપસ્થિતિ માં 15 ઓગસ્ટ ની ઉજવણી બાપુનગર ખાતે કરવામાં આવનાર છે ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરાયું છે જેમાં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહેશે એ દરમ્યાન પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ના હસ્તે રાષ્ટધ્વજ નું વિતરણ કરવામાં આવશે ત્યારે નોંધનીય છે કે વર્ષ 2017 માં યોજાયેલ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર જગરૂપસિંહ રાજપૂત આ બેઠક ઉપર થી કોંગ્રેસ ના ઉમેદવાર હિમંતસિંહ પટેલ ની સામે હારી ગયા હતા ત્યારે આ વખતે ચંદ્રકાન્ત પાટીલ ગુજરાત વિધાનસભા ની 182 બેઠક જીતવા ની નેમ સાથે આગળ વધી રહ્યા છે.ત્યારે બાપુનગર વિધાનસભા જીતવા ની નેમ સાથે ચંદ્રકાન્ત પાટીલ ની ઉપસ્થિતિ રક્તદાન શિબિરનું આયોજન કરી ને બાપુનગર બેઠક ના દાવેદારો પોતાની તાકાત નું શક્તિ પ્રદર્શન કરી બેઠક પર પોતાનો દાવો મજબૂત કરશે આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત ,બાપુનગર વોર્ડ ના કોર્પોરેટર પ્રકાશ ગુર્જર ,મ્યુનિસિપલ ભાજપ ના નેતા ભાસ્કર ભટ્ટ , હાઉસિંગ એન્ડ ઈમ્પ્રુવમેન્ટ કમિટી ના ચેરમેન અશ્વિન પેથાણી ,સરસપુર વોર્ડ ભાજપ ના કોર્પોરેટર દિનેશ કુશવાહ ,ગુજરાત આર્યુવેદીક બોર્ડ ના ચેરમેન ડો હસમુખ સોની,અમદાવાદ મહાનગર પાલિકા ના કોંગ્રેસ ના પૂર્વ નેતા દિનેશ શર્મા,ડો વિકાસ શુકલા ,નિવૃત ડી વાય એસ પી તરુણ બારોટ ,સિનિયર સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ ,ડો શ્રદ્ધા રાજપૂત ,નિવૃત આઈ એ એસ અધિકારી પી બી પટ્ટણી
સહીત ના દાવેદારો બાપુનગર વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદારો માનવા માં આવે છે ત્યારે જોવાનું રહ્યું બાપુનગર ના બાપુ થવા નું કોના નસીબ માં છે
સ્થળ 15 ઓગસ્ટ સવારે 09:30 વાગ્યે સ્થળ: ઈન્દુલાલ યાજ્ઞિક હોલ, ભીડભંજન રોડ, બાપુનગર, અમદાવાદ.
તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !