ગુજરાત પચાયત સેવા પસંદગી મંડળની પરિક્ષામાં થયો મોટો ગોટાળો !
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 23 ડીસેમ્બરના રોજ, નાયબ ચીટનીસ અને વિસ્તરણ અધિકારી ખેતી માટે ખાતાકીય પરિક્ષા લેવામાં આવી હતી જેની
આન્સર કી, પંચાયત પસંદગી મંડળ દ્વારા વેબ સાઇટ મુકાઇ હતી, આન્સર કી મુકાતાની સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આન્સર કી ની ખરાઇ કરવા માં આવતા
તમામ પ્રશ્નોના જવાબ ખોટા હોવાનું જોવા મળ્યુ હતું. જેને લઇને પરિક્ષા આપનાર ઉમેદવારો દ્વારા, આ પરિક્ષાના પરિણામને લઇને પંચાયત પસદગી મડળમાં ફરિયાદ કરાઇ,અને આન્સર કી સમ્પુર્ણ ખોટુ હોવાનુ
ધ્યાન દોરવામાં આવ્યુ, ત્યારે ઉમેદવારોની વાતમાં સત્ય જણાતા બોર્ડે ભુલ સમજાતા ઉમેદવારોની રજુઆતને લઇને સંપુર્ણ રિવાઇઝ પરિણામ બહાર પાડવામા આવ્યા છે,
સુત્રોની વાત માનીએ તો આ જવાબદારી બોર્ડના એક મહિલા મેમ્બરની હતી,પુર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીના સમયમા આ મહિલા મેમ્બરની એપોઇન્ટમેન્ટ કરાઇ હતી,તેઓ સંધ અને ભાજપના મોટા ગજાના નેતાઓના વિશ્વાસુ માનવામા આવે છે, હવે ચર્ચા એવી ચાલી રહી છે કે ,જે મેમ્બર નાના પાયે લેવાતા ખાતાકીય પરિક્ષા સાચવી નથી સકતા તો મોટી સંખ્યામાં પરિક્ષા લેશે,છતાં હાલ તો આ વિવાદ સમગ્ર ગાંધીનગરમાં ચર્ચાના ચકડોળે છે,
નોધ,આ ગોટાળાના પેપર પંચાત ટીવી પાસે છે,