ભાજપ ને શું કામ પર પ્રાંતિયો ની ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નો જંગ જીતવા માટે મદદ લેવી પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ હવે ભારે રસપ્રદ બની ગયો છે 27 વર્ષ થી ગુજરાત ની જનતા નો વિશ્વાસ બરકરાર રાખવા માં સફળ રહેલ ભાજપ માટે આ વખતે આમ આદમી પાર્ટી એ મોટો પડકાર ઉભો કર્યો છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ના અંત માં યોજાનાર ચૂંટણી માં ભાજપ ને જીતાડવા માટે ઉત્તરપ્રદેશ બિહાર ,રાજસ્થાન ,મહારાષ્ટ્ર અને ઝારખંડ સહીત ના કાર્યકર્તાઓ ની ફોજ હવે મેદાનમાં ઉતારવામાં આવશે 6 ,7 ,8 એમ દિવસ આ પરપ્રાંતીય કાર્યકર્તાઓ રાજય ની તમામ વિધાનસભા બેઠકો પર પ્રવાસ કરી ને સ્થાનિક રાજકીય સ્થિતિ ની માહિતી મેળવશે સૌરાષ્ટ્ર ઝોન માં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ની ઉપસ્થિતિ માં બેઠક યોજાશે સૌરાષ્ટ્ર ની 54 અને અમદાવાદ ની 16 બેઠકો માટે 140 કાર્યકર્તાઓ ઉત્તરપ્રદેશ થી આવશે જયારે ઉત્તર ગુજરાત ની વિધાનસભા બેઠકો માટે રાજસ્થાન ને ,દક્ષિણ ગુજરાત ની જવાબદારી મહારાષ્ટ્ર ,અને સુરત શહેર ની જવાબદારી મુંબઈ ના કાર્યકર્તાઓ ને સોંપાઈ છે.