ગુજરાતમાં પોલીસ કેમ ખાઇ રહી છે માર
ખાખી જોતા જ સમાન્ય માણસો થી લાઇને ભાઇગિરી કરતા અસમાજીક તત્વોને ડર લગે છે,, અથવા એમ કહીએ કે ડર લગાવો જોઇએ,, પણ ગુજરાતમાં ઉલ્ટી ગંગા વહી રહી છે, કારણ કે ગુજરાતમાં પોલીસને પ્રજાથી માંડી બુટલેગરો, માથાભારે
તત્વો અમસાજિક તત્વો દ્વારા માર મારવાની પોણા છ સો ઘટનાઓ બની છે આ વાત અમે નહી પણ ગુજરાત સરકારના ગૃહ વિભાગે માહિતી આપી છે,, જો કે પોલીસ ઉપર હુમલો કરનાર સામે કેવા પ્રકારી કાર્યવાહી
કરાઇ તેની કોઇ માહિતી આપવામાં આવી નથી, જેથી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે
સામાન્ય ધારણા હોય હોય છે કે પોલીસ નાગરિકો કે અથવા ગુનેગારોને મારતી હોય છે, ઘણી વખત તેના માર મારવાથી કેટલીક વખત નાગરિકોના મોતની ઘટનાઓ પણ બનતી હોય છે, ખોટા એન્કાઉન્ટર પણ થતા હોય છે,,
પણ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં 589 ઘટનાઓ પોલીસ કર્મચારીઓને માર મારવાની ઘટના બની છે, જેમાં કોરોના કાળમાં પોલીસ ઉપર હુમલા થયા ના 305 ઘટનાઓ બની છે,,જ્યારે જાપ્તામાંથી 129 આરોપીઓ ચકમો આપીને ફરાર થઇ ગયા છે
જેમાં અનેક વખત પોલીસ કર્મચારીઓની સંડોવણી પણ સાબિત થતી હોય છે
પોલીસને માર મારવાની ઘટનાના આકડા ઉપર નજર નાખીએ તો
જિલ્લા પ્રમાણે
અમદાવાદ શહેર, 136
રાજકોટ શહેર 15
સુરત 62
વડોદરા 18
અમદાવાદ ગ્રામ્ય 14
ખેડા 7
આણંદ 35
ગાંધીનગર 11
કચ્છ પશ્ચિમ 07
કચ્છ પુર્વ 05
પાટણ 15
અમરેલી 11
ભાવનગર 13
બોટાદ 05
જુનાગઢ 19
ગિર સોમનાથ 10
પોરબંદર 03
પંચાતના સવાલો
શુ નાગરિકોમાં પોલીસનો ડર જતો રહ્યો છે
બુટલેગરો કેવી રીતે પોલીસ ઉપર હુમલો કરી શકે છે
શુ બુટલેગરો અને પોલીસ વચ્ચે મિલિ ભગત છે
માત્ર કોન્સ્ટેબલ કે નાના અધિકારીઓ ઉપર જ કેમ હુમલા થાય છે
આઇપીએસ કે ઉચ્ચ અધિકારીઓ ઉપર હુમલા કેમ નથી થતા
શુ પોલીસથી પ્રજા અકળાઇને હુમલો કરે છે
શુ પ્રજામાં કાયદાનો ડર જતો રહ્યો છે
શુ પોલીસના અન્યાયી વલણ સામે પ્રજા બંડ પોકારી રહી છે
મે આઇ હેલ્પ યુનો નારો આપનારી પોલીસ, શુ પ્રજા સામે હેલ્પલેશ છે
પોલીસ જ્યારે માર ખાય છે તો પ્રજા કેમ નથી કરતી સપોર્ટ
પોલીસ ઇમેજ શુ લોકોમાં હપ્તા ખોરની બની ગઇ છે