સાર્વજનિક ગણેશ મહોત્સવ ની ગાંધીનગર માં કરાઈ ઉજવણી
સાર્વજનિક ગણેશ મહોત્સવના બીજા દિવસ તા:૦૧/૦૯/૨૦૨૨ ગુરુવાર નાં રોજ ગાંધીનગરની કલા સંસ્થાઓ દ્વારા ‘લોકનૃત્યોત્સવ’ યોજવામાં આવેલો હતો. જેમાં ગાંધીનગરની સુપ્રસિદ્ધ સંસ્થાઓની નિરાલી પંડ્યા –લયા ડાન્સએકેડમી દ્વારા ભરતનાટ્યમ, આકાશ શર્મા-ઇન્ડો વેસ્ટન ડાન્સ, નીતીનકુમાર દવે –વેનુભારતી દ્વારા પ્રાચીન ગુજરાતી ગરબો , દીપક પારેખ- નૃત્યશ્રી કલાવૃંદ દ્વારા ગરબો અને ટિપ્પણી, ભાવેશ ત્રિવેદી- રંગોલી કલ્ચરલ ગ્રુપ ઓફ પરફોર્મિંગ દ્વારા પ્રાચીન ગરબો, પરિમલભાઈ દેસાઈ- રમઝટ કલામંદિર દ્વારા મિશ્ર ગરબી, દર્શના ઠાકર- ડ્રીમ ડાન્સ એકેડમી દ્વારા કાલબેલિયા, મિત્તલકુમાર- સુન્દરમ કલ્ચરલ ગ્રુપ ઓફ પરફોમીંગઆર્ટ દ્વારા મેર રાસ, અભિરાજસિંહ ઝાલા- MRDC ડાન્સ ઇન્સ્ટીટયુટ દ્વારા પ્રાચીન ગરબો, નીરવ લોથ- રીધમ ગરબા કલાસીસ દ્વારા ડાખલાનાં તાલે, તેમજ ચિરાગ અડલજા- મલ્હાર ગ્રુપ ઓફ પરફોમીંગ આર્ટ દ્વારા મરાઠી ફોક ડાન્સ રજુ કરેલ છે.
સર્વ સંસ્થાઓના ૨૫૦ થી વધુ કલાકારોએ તેમની ઉત્કૃષ્ઠ સાંકૃતિક કૃતિઓ રજુ કરી હતી જેને રંગમંચ પર દર્શકોને નૃત્યના તાલ પર જુમવા મજબુર કરી દીધા હતા. ઉપસ્થિત મહેમાનશ્રીઓ એ સાર્વજનિક ગણેશોત્સવના ગાંધીનગરની વિવિધ કલા સંસ્થાઓ તેમજ બાળકોને પ્લેટફોર્મ આપીને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર નીકાળવાના પ્રયાસને બિરદાવ્યો હતો.
ગણેશજીની પૂજા અર્ચના કરવા તથા કાર્યક્રમ નિહાળવા વિશ્વ હિંદુ પરિષદ નાં મોભીશ્રી પ્રદીપભાઈ જૈન તથા ડૉ. ઉત્પલ પટેલ, લુહાણા સમાજ નાં આગેવાનો, પ્રજાપતિ સમાજ નાં આગેવાનો, હુસેની સમાજના આગેવાનો, બ્રહ્મસમાજનાં સભ્યો અને મહિલા કોંગ્રેસ નાં અગ્રણીઓ, જેવા હોદ્દેદારશ્રીઓ તથા અન્ય વહેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું ઉત્કૃષ્ઠ સંચાલન આશાબા સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવામાં તારકભાઈ પંડ્યા, અશ્વિનસિંહ તાપરિયા નું મુખ્ય યોગદાન હતું. અધ્યક્ષ નિશિત વ્યાસે ધર્મ અને સંસ્કૃતિક પ્રેમી જનતાને તથા સમિતિના સર્વે હોદ્દેદારો એ કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો.