હું તો માફી માંગવા તૈયાર છું, પણ શું ભાજપએ યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડાં કર્યા શું તમે એની માફી માંગશો?: યુવરાજસિંહ જાડેજા
મળતીયાઓએ પેપર ફોડ્યા, યુવાનોના સપના રોડાયા, રોજગાર આપવાની જગ્યાએ રોજગાર છીનવી લીધો અને ભ્રષ્ટાચાર કરી રહેલા પોતાના નેતાઓ માટે શું તમે જનતાની માફી માંગશો?: યુવરાજસિંહ જાડેજા
જો નીતિનભાઈના આક્ષેપો એટલા જ સાચા હોય તો આપણે ઓપન ફોરમમાં એક ડિબેટનું આયોજન કરીએ: યુવરાજસિંહ જાડેજા
ઓપન ફોરમની ડીબેટમાં તમારી પાસે જે સત્ય હોય, તથ્ય હોય, આંકડા હોય એ તમે લઈને આવો અને અમારી પાસે જે સત્ય, તથ્ય અને આંકડા હશે એ અમે લઈને આવીશું: યુવરાજસિંહ જાડેજા
ઓપન ફોરમની ડીબેટ કરીએ એટલે પ્રજા નક્કી કરે કે કોણ ભરમાવે છે? કોણ ભટકાવે છે? કોણ ગુમરાહ કરે છે? કોણ અટકાવે છે? અને કોણ લટકાવે છે?: યુવરાજસિંહ જાડેજા
ભાજપ સરકારે ૨ લાખ સરકારી રોજગારી આપવાનું અને ૨૦ લાખ અન્ય રોજગારી આપવાનું વચન આપ્યું હતું! તો એમાંથી તેમણે કેટલી રોજગારી આપી એનો હિસાબ આપો: યુવરાજસિંહ જાડેજા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું કે, માનનીય નીતિનભાઈ પટેલે ફેસબુક લાઈવના માધ્યમથી કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા દુષ્પ્રચાર કરી રહ્યા છે. તેમણે નામજોગ વાત કરીને કહ્યું છે કે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ જાડેજા રોજગારી આપવાની બાબતે યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ મારે તેમને કહેવું છે કે હમણાં ભાજપ સરકારે જ્યારે બજેટ રજૂ કર્યું હતું તેમાં ભાજપ સરકારે ૨ લાખ સરકારી રોજગારી આપવાનું અને ૨૦ લાખ અન્ય રોજગારી આપવાનું વચન આપ્યું હતું! તો ખરેખર રૂપે એમણે વિધાનસભાના ફ્લોર પર જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે તે તપાસવા જોઈએ, તો એમાંથી તેમણે કેટલી રોજગારી આપી એનો હિસાબ આપવો જોઈએ.
વિધાનસભા ફ્લોર ઉપર કહેવામાં આવેલ પોતના આંકડાઓને પહેલાં તપાસે, ૨ વર્ષ પહેલાં ૧૭૭૭ લોકોને રોજગારી આપી અને એક વર્ષ પહેલાં ૧૨૩૮ રોજગારી આપવામાં આવી એવા વિધાનસભામાં એમના દ્વારા જ આપવામાં આવેલ સ્ટેટમેન્ટ છે. જો તમારા આક્ષેપો એટલા જ સાચા હોય તો આપણે ઓપન ફોરમમાં એક ડિબેટનું આયોજન કરીએ એમાં તમારી પાસે જે સત્ય હોય, તથ્ય હોય, આંકડા હોય એ તમે લઈને આવો અને એમાં અમારી પાસે જે સત્ય, તથ્ય અને આંકડા હશે એ અમે લઈને આવીશું.
મૂળ મુદ્દો એ છે કે ભાજપ વાળા રોજગારી આપવામાં જ્યારે નિષ્ફળ થયા ત્યારે આમ આદમી પાર્ટી વિરુદ્ધ આવા નિવેદનો કરે છે. નીતિન કાકા તો મારા વડીલ છે. મુખ્યમંત્રી બનવા માટે લાયક અને સક્ષમ હતા. એમની પાર્ટી એ જ એમની સાથે અન્યાય કર્યો છે. તેમણે કહ્યું છે કે યુવરાજસિંહએ માફી માંગવી જોઈએ, મારે તેમણે કહેવું છે કે તેઓ મારા વડીલ છે, હું પણ એમને પ્રેમ થી કાકા કહું છું. હું તો નાનું બાળક છું એમની સામે અને હું માફી માંગવા તૈયાર છું. પણ શું તેઓ જનતાની માફી માંગશે?
ભારતીય જનતા પાર્ટીએ યુવાનોના ભવિષ્ય સાથે જે ચેડાં કર્યા શું એની માફી માંગશો?
આટલા આટલા એમના મળતીયાઓએ પેપર ફોડ્યા શું એની માફી માંગશો?
યુવાનોના સપના રોડાયા શું એની માફી માંગશો?
રોજગાર આપવાની જગ્યાએ રોજગાર છીનવી લીધો શું એની માફી માંગશો?
ભ્રષ્ટાચાર કરી રહેલા પોતાના નેતાઓ માટે માફી માંગશો?
તો હું પણ કાકા ની માફી માંગી લઈશ.
જો ખરેખર યુવાનોને રોજગારી આપી હોય તો આપણે સાચ્ચે ઓપન ફોરમ પર ડિબેટ કરીએ તમે તમારી વાત રાખો અને અમે અમારા તથ્યો અને સત્ય જનતા સામે રાખીએ. એટલે પ્રજા નક્કી કરે કે કોણ ભરમાવે છે? કોણ ભટકાવે છે? કોણ ગુમરાહ કરે છે? કોણ અટકાવે છે? અને કોણ લટકાવે છે.