Ebixcash Ltdએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક જાહેર ઓફરીંગ (IPO) માટે ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે. કંપનીનું આઈપીઓથી 6,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય છે. કંપની અમેરિકી બજાર નેસ્ડેક (Nasdaq)માં લિસ્ટેડ Ebix Inc (Ebixcash Inc)નું ભારતીય એકમ છે.
OFS લાવવાનો કોઈ ઈરાદો નથી
EbixCash દ્વારા સબમિટ કરાયેલા દસ્તાવેજો અનુસાર, કંપની આ રાશિ નવા શેર જારી કરી એકત્ર કરશે. કંપનીનો ઓફર ફોર સેલ (OFS) લાવવાનો ઇરાદો ધરાવતી નથી. આ સિવાય કંપની 1,200 કરોડ રૂપિયાના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટના વિકલ્પ પર પણ વિચાર કરી શકે છે. આ કિસ્સામાં ઇશ્યૂનું કદ ઘટાડવામાં આવશે.
વર્કિંગ કેપિટલ વધારશે કંપની
IPOથી એકઠી થનારી રકમનો ઉપોયગ કંપની દ્વારા તેની પેટાકંપની Ebix Travels અને Ebixcash World Moneyની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, LICના IPOને માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંજૂરી આપી દીધી છે. સેબીએ આ માટે અવલોકન પત્ર(ઓબ્ઝર્વેશન લેટર) જારી કર્યો છે. સરકારે આ IPO દ્વારા 60,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.