પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાને દિલ્હીનો ફેરો માથે પડ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજેનતાઓમાં પાર્ટી બદલવાની હોડ જામી છે, જયરાજ સિહ પરમાર, અશ્વિન કોટવાલ, દિનેશ શર્મા, હાર્દીકપટેલ, સહિતના કેટલાક કોગ્રેસના નેતાઓએ પાલો બદલી ભાજપમાં જોડાઇ ચુક્યા છે,જ્યારે નરેશ રાવલ અને રાજુ પરમાર 17મીએ જોડાશે,.ત્યારે કેટલાક નેતાઓ કન્ફરમેશનની રાહ જોઇ રહ્યા છે, ત્યારે વાત કરીએ પ્રાન્તિજના કોગ્રેસના પુર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિહ બારૈયાની,,
ગુજરાત વિધાનસભાની વર્ષ 2012માં યોજાયેલ ચૂંટણીમાં રાજ્ય કક્ષાના પુર્વ શિક્ષણ પ્રધાન જય સિહ ચૌહાણને કોંગ્રેસના ઉમેદવાર મેહન્દ્ર સિહ બારૈયાએ હારવીને વિધાનસભા પહોચ્યા હતા, જો કે તેઓ વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિહ ચૌહાણ સામે હારી ગયા હતા, પ્રજાના કામો માટે હમેશા અગ્રેસર રહેતા સેવા ભાવી મહેન્દ્ર સિહ માટે ધારાસભ્ય ન હોવાના કારણે કામ કરવુ મુશ્કેલ હતું, ત્યારે બીજી તરફ મહિલા સાથેના કથિત અનેૈતિક સબંધોના કારણે વિવાદમાં આવેલા રાજ્ય કક્ષાના પ્રધાન ગજેન્દ્ર પરમારને ટિકીટ નહી મળે તેવી ભાજપમાં ચર્ચાઓ વચ્ચે મોટા આશાવાદ સાથે કેટલાક અંગત મિત્રો સાથે દિલ્હી દરબારમાં પહોચ્યા હતા, ત્યાં તેમની ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક પણ થઇ,તેઓ મોટી આશા સાથે પરત ગુજરાત પહોચ્યા, જો કે મહિનાઓ થવા છતાં તેમની તેમની વેઇટિંગ ટિકીટને કન્ફરમેશન ન મળતા આખરે તેઓ બીજે જવાનુ માંડી વાળ્યુ અને નવા સંબંધોની આશા રાખ્યા વગર જુના સંબધીઓ સાથે જ કામે લાગી ગયા, અને આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાં થી લડી શકે છે,
ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે
ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ
ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતીમાં ક્યાં સામે આવી જુથ બંધી !