અમદાવાદ
’આપ’ની સરકાર 5મી અનુસૂચિના અમલ સાથે પેશા એક્ટ લાગુ કરશે અને ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ના અધ્યક્ષ આદિવાસી હશે: અરવિંદ કેજરીવાલ

આદિવાસી સમાજને કેજરીવાલની છ ગેરંટી: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આદિવાસી સમાજ માટે બંધારણમાં આપેલ 5 માં શેડ્યૂલ નો કડકાઈ રીતે અમલ કરીશું.
આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસી સમાજ પછાત રહ્યો, અત્યાર સુધી તમામ પાર્ટીએ માત્ર તેમનું શોષણ કર્યું છે: અરવિંદ કેજરીવાલ
આદિવાસી સમાજ માટે બંધારણમાં અલગ વ્યવસ્થા છે, પરંતુ કોઈ સરકાર તેનો અમલ કરવા તૈયાર નથી: અરવિંદ કેજરીવાલ
’આપ’ની સરકાર 5મી અનુસૂચિના અમલ સાથે પેશા એક્ટ લાગુ કરશે અને ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ના અધ્યક્ષ આદિવાસી હશે: અરવિંદ કેજરીવાલ
કાયદામાં લખ્યું છે કે ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ના અધ્યક્ષ આદિવાસી હોવા જોઈએ, પરંતુ ગુજરાતમાં મુખ્યમંત્રી તેના અધ્યક્ષ છે: અરવિંદ કેજરીવાલ
દિલ્હીની જેમ દરેક આદિવાસી ગામમાં સારી શાળાઓ અને ગ્રામ્ય દવાખાના ખોલશું, જ્યાં દરેકને મફત શિક્ષણ અને બધાને મફત સારવાર મળશે: અરવિંદ કેજરીવાલ
આદિવાસી સમાજ ને જતી પ્રમાણપત્ર મેળવવા માં મોટી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે, અમે તેની પ્રક્રિયા ને સરળ બનાવીશું: અરવિંદ કેજરીવાલ
જે લોકો ગરીબ આદિવાસી છે અને જેમના માથે છત નથી, તેમને ઘર આપવામાં અને દરેક ગામમાં રસ્તા બનાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
ભાજપે ગુજરાતમાં શિક્ષણ, સારવાર અને વીજળી મફત હોવી જોઈએ કે નહીં તે અંગે સર્વે કર્યો છે, જેમાં 99 ટકા લોકો મફત શિક્ષણ, 97 ટકા મફત સારવાર અને 91 ટકા મફત વીજળીના પક્ષમાં છે: અરવિંદ કેજરીવાલ
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થશે, ‘આપ’ અને ‘ભાજપ’ની સીધી ટક્કર થશે: અરવિંદ કેજરીવાલ
કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં ગયા છે, ઘણા ચૂંટણી પહેલા છોડીને જશે, એક રીતે ગુજરાત કોંગ્રેસ ગુજરાત ભાજપમાં ભળવા જઈ રહી છે: અરવિંદ કેજરીવાલ
એક તરફ 27 વર્ષનું કુશાસન, ભ્રષ્ટાચાર અને ઝેરી દારૂ છે, તો બીજી તરફ એક નવું રાજકારણ, નવા ચહેરા, નવા યુવા અને નવી આશા છે: અરવિંદ કેજરીવાલ
અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ ની ઇલુ-ઇલુ ની રાજનીતિ ચાલતી હતી, હવે તેનો અંત લાવવો પડશે, હવે ગુજરાતમાં જનતા ની રાજનીતિ ચાલશે: અરવિંદ કેજરીવાલ
અમે બનાવટી મેનિફેસ્ટો કે સંકલ્પ પત્ર જારી નથી કરી રહ્યા, ગેરંટી આપી રહ્યા છીએ કે જો અમે અમારી ગેરંટી પૂરી ના કરીએ તો આગામી વખતે અમને વોટ આપતા નહિ: અરવિંદ કેજરીવાલ
દિલ્હીની જેમ પંજાબમાં 25 લાખ પરિવારોને શૂન્ય વીજળીનું બિલ આવ્યું છે, 1 સપ્ટેમ્બર સુધીમાં વધુ 26 લાખ પરિવારોને શૂન્ય વીજળી બિલ આવશે: અરવિંદ કેજરીવાલ
જો ‘આપ’ની સરકાર બનશે તો ગુજરાતમાં 300 યુનિટ વીજળી મફત મળશે, 24 કલાક વીજળી આપવામાં આવશે અને 31 ડિસેમ્બર, 2021 સુધીના તમામ જૂના વીજ બિલો માફ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
દરેક યુવાનોને રોજગાર આપીશું, રોજગાર નહીં મળે ત્યાં સુધી મહિને ત્રણ હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશું, 10 લાખ સરકારી નોકરીની ભરતી બહાર પાડીશું, પેપર લીક સામે કડક કાયદો બનાવશું: અરવિંદ કેજરીવાલ
ભયનું વાતાવરણ ખતમ કરીને વેપારીઓને સન્માન આપીશું, રેડ રાજ અને ભ્રષ્ટાચાર ખતમ કરીશું, એમ્નેસ્ટી યોજના લાવીને વેટની બાબતોનું સમાધાન કરીશું અને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનાવીશું: અરવિંદ કેજરીવાલ
આ લોકો કહી રહ્યા છે કે કેજરીવાલ ફ્રી ની રેવાડી વહેંચી રહ્યા છે, કેજરીવાલ સ્વિસ બેંકમાં પૈસા નથી લઈ જઈ રહ્યા, તે જનતાના પૈસા છે, તે જનતા પર લૂંટાવી રહ્યા છે: અરવિંદ કેજરીવાલ
નકલી દારૂ ના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળવા ગુજરાતના મુખ્યમંત્રી નહોતા ગયા, દરેક વસ્તુમાં વોટ જ ન દેખવો જોઈએ: અરવિંદ કેજરીવાલ
જો તમે તેમને વોટ કરશો તો તેઓ તમારા બાળકોને ઝેરી દારૂ પીવડાવશે, હવે તમે સરકાર બદલો, આ વખતે મોકો છે: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી ને મત આપો, પછી હું તમારા બાળકો માટે શાળા બનાવીશ અને તેમને નોકરી આપીશ: અરવિંદ કેજરીવાલ
ભાજપનો વિદાય લેવાનો સમય આવી ગયો છે, હવે ગુજરાતમાં નવી રાજનીતિ થશે, નવી પાર્ટી આવશે અને હવે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ જી અને છોટુભાઈ વસાવા જી આદિવાસી સમાજના વિકાસ માટે જે ગેરંટી લઈને આવ્યા છે તે આજ સુધી કોઈ બીજી પાર્ટી લઈને આવી નથી: મહેશભાઈ વસાવા
ભાજપ અને કોંગ્રેસે આદિવાસી સમાજ નો ફક્ત ઉપયોગ જ કર્યો છેઃ ઇસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અને કોંગ્રેસ ની દુકાનો બંધ થવા લાગી છે: ગોપાલ ઈટાલિયા
અમદાવાદ/બરોડા/છોટા ઉદેપુર/ગુજરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસ માટે ગઈકાલે 6 ઓગષ્ટે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત પાર્ટી ના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ જી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
આજ સુધી કોઈપણ પાર્ટી એ શાળા, આરોગ્ય, વીજળી, પાણી, રસ્તા જેવા મુદ્દા પર ચર્ચા કરી નથીઃ અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ ભારત માતા ની જયકાર સાથે છોટા ઉદેયપુર માં જનસભાને સંબોધતા કહ્યું કે, આટલા ભારે વરસાદ માં તમે આવ્યા તેનો હું બઉ જ આભારી છું. આપણે અહીંયા વરસાદ શુભ સમાચાર નો સંકેત કહેવાય છે. અને જે પ્રમાણ માં આટલા ભારે વરસાદ માં તમે સૌ અહીંયા બેઠા છો તે જણાવે છે કે, ભાજપ ને જવાનો સમય આવી ગયો છે. હવે ગુજરાતમાં નવી રાજનીતિ થશે, નવી પાર્ટી આવશે, નવા ચહેરા આવશે, નવા યુવા આવશે, નવી ક્રાંતિ થશે, હવે ગુજરાત માં બદલાવ આવશે. અત્યાર સુધી ગુજરાત ની જનતા તરફ થી જેટલો પણ પ્રેમ મળ્યો હું તેનો આભારી છું. આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને દેશભક્તિ ધરાવનાર પાર્ટી છે. અમને ઝગડો કરતા કે વાણીવિલાસ કરતા નથી આવડતું. અમે લોકો ના મુદ્દાઓ પર રાજનીતિ કરીએ છીએ. આમ આદમી પાર્ટી એ એવી પહેલી પાર્ટી છે જે ચૂંટણી સમયે પણ લોકોના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે, અને એવા મુદ્દા જે આજ સુધી 75 વર્ષના આઝાદ ભારતના ઈતિહાસ માં કોઈએ નથી ઉઠાવ્યા. સ્કૂલ, સ્વાસ્થ્ય, વીજળી, પાણી, રોડ રસ્તા તેના પર આજ સુધી કોઈ પાર્ટી એ વાત નથી કરી.
જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતની જનતાને પણ ઝીરો વીજ બિલ આવશે: અરવિંદ કેજરીવાલ
2015 માં જ્યારે અમારી સરકાર બની દિલ્હીમાં તેના પહેલા દિલ્હી માં વીજળી ફ્રી ન હતી, અમે દિલ્હી માં વીજળી ફ્રી કરી દીધી. પંજાબ માં સરકાર બને 3-4 મહિના જ થયા છે, અને સરકાર બન્યા ના 3 મહિના ની અંદર જ અમે વીજળી ફ્રી કરી દીધી. હમણાં ગયા અઠવાડિયે પંજાબ માં 25 લાખ પરિવારો ના વીજળી ના બિલ ઝીરો આવ્યા છે, અને આગળ 1 સપ્ટેમ્બર સુધી બીજા 26 લાખ પરિવારોના વીજ બિલ ઝરો જ આવશે મતલબ 51 લાખ પરિવારોના વીજ બિલ ઝીરો જ આવશે. તો ગુજરાત ના લોકો ને ફ્રી વીજળી જોઈએ કે ના જોઈએ? આ લોકો કહે છે કે, કેજરીવાલ પૈસા ઉડાવે છે, ફ્રી ની રેવડી વેચે છે. પણ કેજરીવાલ પૈસા લઈને સ્વિસ બેંક માં નથી જઈ રહ્યો, જનતા ના પૈસા છે કેજરીવાલ જનતા પર જ લૂંટાવી રહ્યો છે. આજે આ લોકો મોંઘવારી એટલી વધારી દીધી છે તો એમાં હું ગરીબ લોકો ના ઘરમાં જો થોડી ખુશીઓ લઈ આવું છું, વીજળી નું બિલ ઝીરો કરી આપું છું તો હું કયો પાપ કરી રહ્યો છું? મારી પાસે બેંક બેલેન્સ નથી, પણ લાખો લોકો ની દુઆઓ છે એટલે જ આજે દેશભર માંથી મને આટલું સમર્થન મળી રહ્યું છે. પંજાબ માં આજે 25 લાખો ખુશી થી જુમી રહ્યા છે, આઝાદી ના 75 વર્ષ પછી અત્યારે લોકોને વીજળી નું બિલ ઝીરો આવ્યું છે. ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો 3 મહિના ની અંદર જ વીજળી ના બિલ ઝીરો આવવા લાગશે. કેજરીવાલ ની ગેરંટી છે, દરેક ગુજરાતી ને પ્રતિ માસ 300 યુનિટ વીજળી મફત મળશે, 24 કલાક પાવર કટ થયા વગર જ વીજળી મળશે અને 31 ડિસેમ્બર પહેલા ના દરેક ના જુના વીજ બિલ માફ કરી દેવામાં આવશે.
ગુજરાતના યુવાનોની સૌથી મોટી ફરિયાદ એ છે કે અમારી પાસે રોજગાર નથી, ભણીને બેરોજગાર થઈને ફરીએ છીએ: અરવિંદ કેજરીવાલ
ગુજરાત માં આજે દરેક યુવાન બેરોજગારી થી પરેશાન છે. ઓછું ભણેલા અને વધારે ભણેલા બધા જ બેરોજગાર ફરી રહ્યા છે. સરકારી નોકરી માટે અરજી કરે તો પેપર લીક થઇ જાય છે. જો એમનાથી પેપર નથી સંભળાતા તો તે અધિકારીઓ એ રાજીનામું આપી દેવું જોઈએ. દિલ્હી માં પાછલા 4-5 વર્ષો માં અમે 12 લાખ લોકોને રોજગાર અપાવ્યો છે. અમને રોજગાર આપતા આવડે છે અને અમારી નિયત પણ સાફ છે. એટલે જેમ અમે દિલ્હી માં રોજગાર આપ્યા એમ ગુજરાત માં પણ આપશું, કે ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બની તો ગુજરાત ના દરેક બેરોજગારને રોજગાર અપાવશું. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ને રોજગાર નથી મળી જતો ત્યાં સુધી દરેક બેરોજગારને પ્રતિમાસ 3000 રૂપિયા નું બેરોજગારી ભથ્થું આપશું. આ લોકો મને ખુબ ગાળો આપે છે કે કેજરીવાલ બસ પૈસા ઉડાવે છે, પણ મને તેનાથી કઈ જ ફરક નથી પડતો, મારો તો ફક્ત તમારી સાથે ઇલુ ઇલુ વાળો સંબંધ છે. અમે ઘણું આયોજન કર્યું છે, મહેશભાઈ, ઈસુદાનભાઈ, ઇન્દ્રનીલભાઈ, ગોપાલભાઈ બધા સાથે બેસીને આયોજનો કરવામાં આવ્યા છે. આવનારા 5 વર્ષમાં 10 લાખ સરકારી નોકરીઓ ની ભરતી બહાર પાડશું જેમાં આદિવાસી સમાજ નો એક અલગ કોટા હશે. પેપર લીક અટકાવવા માટે સખત કાયદો લાગુ કરવામાં આવશે. અને સહકારી ક્ષેત્ર માં લાગવક થી નહિ પણ સંપૂર્ણ પારદર્શિતા થી નોકરી આપવામાં આવશે.
ભયનું વાતાવરણ ખતમ કરીને વેપારીઓને સન્માન આપીશું, રેડ રાજ અને ભ્રષ્ટાચાર બંધ કરીશું અને વેપારીઓને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનાવીશું: અરવિંદ કેજરીવાલ
ત્રીજી મોટી ગેરંટી અમે વેપારીઓ માટે આપી છે. કાલે જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો, તો જાણ થઇ કે વેપારીઓને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, કે ખબરદાર જો કેજરીવાલ ની સભા માં ગયા તો! મારે બસ એટલું પૂછવું છે કે, હું કોઈ આતંકવાદી થોડી છું? તો મારી સભામાં આવવાથી કોઈને પણ કઈ તકલીફ હોય!! આ તદ્દન ખોટી વાત છે. એટલે અમે વેપારીઓનો ડર ખતમ કરીશું, તેમણે ભયમુક્ત વાતાવરણ આપીશું, અને તેમને ઇઝ્ઝત આપીશું જેના એ હકદાર છે. વેપારીઓનું દેશના વિકાસ માં ઘણું મોટું યોગદાન છે. ગુજરાતના ઘણા બધા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેમણે દેશનું નામ રોશન કર્યું છે. દિલ્હીમાં રેડ રાજ ખતમ થઇ ગયું છે, એમ ગુજરાત માં પણ રેડ રાજ ખતમ કરવામાં આવશે, અને વેપારીઓ પર ભરોસો કરવામાં આવશે, ભ્રષ્ટાચાર ખતમ કરવામાં આવશે. VAT ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું. અને વેપારીઓ ને ગુજરાત ના વિકાસ માં ભાગીદાર બનાવીશું.
‘પેશા કાનૂન’ માં એવી જોગવાઈ છે કે કોઈ પણ સરકારને ગામડાના સમાજની સંમતિ વિના કોઈ પગલાં લેવાનો અધિકાર નથી, તેનો કડક અમલ કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલ
મને ભાષણ કરતા નથી આવડતું, મને રાજનીતિ કરતા પણ નથી આવડતું, મને ફક્ત દેશ માટે કામ કરતા આવડે છે. હું પણ એક આમ આદમી જ છું. આજથી દસ વર્ષ પહેલા કેજરીવાલ ને કોઈ ન હતું ઓળખતું, એક આમ આદમી છું હું એટલે આમ આદમી ની દરેક સમસ્યાઓ સમજુ છું. આમ આદમી બઉ મુશ્કેલી થી પૈસા કમાવે છે, મુશ્કેલી થી તેના પરિવાર ને પાળે છે, મોંઘવારી પણ એટલી વધી ગઈ છે, એટલે આજે હું તમને કે ગેરંટી આપવા જઈ રહ્યો છું. આ કોઈ ચૂંટણી માટે નો વાયદો નથી, બધા વાયદાઓ લઈને ભાજપ અને કોંગ્રેસ વાળા પણ આવશે. મેનીફેસ્ટો, સંકલ્પ પત્ર, ઘોષણા પત્ર એ બધું જૂઠું છે. જેમ તમે ટી.વી. ખરીદવા જાવ અને તે 2 વર્ષ ની ગેરંટી આપે કે 2 વર્ષ માં જો ટી.વી. ખરાબ થયું તો ટી.વી. પાછું, એમ જ હું તમને 5 વર્ષ ની ગેરંટી આપવા જઈ રહ્યો છું, જો અમે 5 વર્ષમાં કામ ન કર્યું તો તમે અમને આવતી વખત ધક્કા મારીને કાઢી મુકજો. અને આ કેજરીવાલ ની ગેરંટી છે, તૂટતી નથી ક્યારેય, એક એક શબ્દ હું વિચારીને બોલું છું.
આદિવાસી સમાજ માટે આપણા બંધારણ માં બાબા સાહેબ આંબેડકર દ્વારા અલગ જ વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ એક પણ સરકાર તે વ્યવસ્થાઓ લાગુ કરવા તૈયાર નથી, બીજી એક પણ પાર્ટી એ તે લાગુ કરવાની કોશિશ નથી કરી એટલે જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમાં આદિવાસીઓ માટે અમારી પહેલી ગેરંટી છે કે, બંધારણ ના પાંચમા શેડ્યુલ માં આદિવાસીઓ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે, તે સંપૂર્ણ વ્યવસ્થા ને લાગુ કરવામાં આવશે. ‘પેશા કાનૂન’ જેમાં ગ્રામસભાની જોગવાઈ છે, કે ગ્રામસભા ની મરજી વગર કંઈ કરી શકાશે નહિ તેને કડકાઈ રૂપે લાગુ કરવામાં આવશે. ગુજરાત માં પહેલી વાર ‘પેશા કાનૂન’ લાગુ કરીને બતાવશું અને ગ્રામસભા ને સુપ્રીમ કરીને બતાવશું. અને એક ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ છે તેનું કામ છે કે, આદિવાસી સમાજ માં કેવા પ્રકાર ના વિકાસ ની જરૂર છે, તેમના માટે જે ફંડ આવે છે તેને કેવી રીતે વાપરવામાં આવે તે બધું નિષ્પક્ષ રૂપે જોવામાં આવે અને કાયદા પ્રમાણે તે ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ નું ચેરમેન કોઈ ટ્રાઈબલ જ હશે એવું નક્કી કરેલ છે, પરંતુ ગુજરાતમાં ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ ના ચેરમેન મુખ્યમંત્રી ને બનાવવામાં આવ્યા છે, તેને બદલવામાં આવશે અને તે ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ ના ચેરમેન એવા વ્યક્તિ ને બનાવવામાં આવશે જે સમાજ ની દરેક સમસ્યાઓ જાણે છે અને સમાજ તેની ઈજ્જત પણ કરે છે, કોઈ આદિવાસી વ્યક્તિ ને જ ચેરમેન બનાવવામાં આવશે.
આદિવાસી સમાજના લોકો તેમના બાળકોને સરકારી શાળામાં મોકલે છે, ત્યાં કોઈ શિક્ષણ નથી, તેથી તેમના બાળકો ગરીબ અને પછાત રહે છે: અરવિંદ કેજરીવાલ
આજે આદિવાસી સમાજ એટલો પછાત એટલે રહી ગયો છે કેમ કે, શિક્ષણનો અભાવ છે. દિલ્હી માં અમે શાનદાર સરકારી સ્કૂલો બનાવી છે, એટલે હું ગેરંટી આપું છું કે, દરેક આદિવાસી ગામમાં સારી, શાનદાર અને પ્રાઇવેટ સ્કૂલો કરતા પણ સારી સ્કૂલો બનાવીશું, હું પોતે તેનું સુપરવીઝન કરીશ. તમારા બાળકો ને સારું શિક્ષણ આપવું એ મારી જવાબદારી છે. દિલ્હી માં અમે મોહલ્લા ક્લિનિક બનાવ્યા છે, અને દિલ્હી માં 2 કરોડ લોકો રહે છે ત્યાં દરેક વ્યક્તિને ઈલાજ મફત. દવા હોય કે કોઈ મોટું ઓપરેશન બધી જ ઈલાજ ની સુવિધા મફત. એટલે આદિવાસી સમાજ માટે પણ અમે દરેક ગામમાં મોહલ્લા ક્લિનિક બનાવીશું. તમારા માટે પણ દરેક ઈલાજ મફત કરીશું અને જો સરકારી હોસ્પિટલો માં તમારો ઈલાજ ના થયો અને તમારે પ્રાઇવેટ હોસ્પિટલ માં જવાની જરૂર પડી તો તમારો એ ઈલાજ પણ મફત થશે અને તેના પૈસા સરકાર ચુકવશે. દિલ્હીમાં આમિર હોય કે ગરીબ દરેક ને મફત આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે, મોટામાં મોટું ઓપરેશન મફત થાય છે, એવી જ વ્યવસ્થા આદિવાસી સમાજ માટે પણ કરશું મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખોલીને જેમાં દરેક ઈલાજ મફત હશે. આદિવાસી સમાજ ના લોકો ને જાતિનું પ્રમાણપત્ર લેવામાં ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે. તેની પ્રક્રિયા આસાન કરશું, જેના કારણે કોઈ પણ આદિવાસી ને તેનું જાતિ પ્રમાણપત્ર લેવામાં મુશ્કેલીઓ નો સામનો ના કરવો પડે. જે આદિવાસી લોકો ખુબ જ ગરીબ છે, જેની પાસે રહેવા માટે ઘર નથી, તે લોકોને ઘર આપવામાં આવશે. અને દરેક ગામ માં રોડ રસ્તા બનાવવામાં આવશે. તેની સાથે જ જે બીજી ગેરંટીઓ દરેક સમાજ માટે જાહેર કરવામાં આવી છે, તે તેમના માટે પણ લાગુ કરવામાં આવશે.
ભાજપના સર્વેમાં એવું પણ સામે આવી રહ્યું છે કે અમે જે ઘોષણાઓ કરીએ છીએ તેને લોકો પસંદ કરી રહ્યા છે, આજે આખું ગુજરાત આમ આદમી પાર્ટી સાથે ઉભું છે: અરવિંદ કેજરીવાલ
મને ખબર મળી છે કે, આ લોકો એ ગુજરાત માં એક સર્વે કરાવ્યો છે. જેમાં લોકો ને પૂછવામાં આવ્યું છે કે, જેવું કેજરીવાલે કીધું એમ ફ્રી શિક્ષણ હોવું જોઈએ કે નહિ? એમાં 99% લોકો એ કહ્યું છે કે હા શિક્ષણ ફ્રી હોવું જોઈએ. પછી એ લોકો એ પૂછ્યું કે, ફ્રી ઈલાજ હોવો જોઈએ કે નહિ? એમાં 97% લોકો એ કહ્યું છે કે હા ઈલાજ પણ ફ્રી હોવું જોઈએ. પછી એમણે પૂછ્યું કે, વીજળી ફ્રી હોવી જોઈએ કે નહિ? એમાં 91% લોકો એ કહ્યું કે હા વીજળી ફ્રી હોવી જોઈએ. મતલબ આખું ગુજરાત આજે આમ આદમી પાર્ટી સાથે ઉભું છે. એમના સર્વે માં પણ એ જ આવી રહ્યું છે કે, જે ઘોષણાઓ અમે કરી રહ્યા છે તે ગુજરાતના લોકો ને પસંદ આવી રહી છે. આવનારી ચૂંટણી ફક્ત આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ થશે. ઘણા બધા કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ પણ ગયા છે, અને ઘણા બધા નેતા ચૂંટણી પહેલા ભાજપ માં જતા રહેશે, અને જે બચશે તે ચૂંટણી પછી જતા રહેશે. મતલબ ગુજરાત માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઇલુ ઇલુ ની રાજનીતિ ચાલી રહી છે. તે હવે બંધ થઇ જશે અને જનતા ની રાજનીતિ ચાલશે, જનતા ની રાજનીતિ ફક્ત આમ આદમી પાર્ટી જ કરે છે. આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હશે, એક તરફ 27 વર્ષ નું કુશાસન છે, ભ્રષ્ટાચાર છે, ઝેરી દારૂ છે, જ્યાં બધું જ ગડબડ છે અને એક તરફ એક નવી રાજનીતિ છે, નવા ચહેરા છે, નવા યુવા છે, એક નવી ઉમ્મીદ છે.
ગુજરાતની જનતાએ ભારે બહુમતી આપીને 27 વર્ષ સુધી ભાજપને શાસન કરવા આપ્યું અને જ્યારે તમારા ઘરે કોઈ મૃત્યુ પામે ત્યારે તેઓ તમને મળવા પણ આવતા નથી: અરવિંદ કેજરીવાલ
હમણાં જ ગુજરાત માં લઠ્ઠાકાંડ ની ઘટના ઘટી, મને પીડિતો ની હાલત જોઈએ ખુબ જ દુઃખ થયું, પરંતુ તેનાથી એ વધારે દુઃખ એ વાત જાણીને થયું કે, હું લઠ્ઠાકાંડ ના પીડિતો ને મળવા ગયો, દિલ્હી નો મુખ્યમંત્રી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમણે મળવા ના ગયા. હોસ્પિટલ પણ ના ગયા અને જે લોકો ના ઘરે મૃત્યુ થયી છે તેમણે મળવા પણ ના ગયા. દરેક વસ્તુ તો વોટ ના ત્રાજવા માં ના તોલવી જોઈએ ને? માણસાઈ જેવું પણ કંઈ હોય ને? આપણા જ રાજ્યના લોકો છે, આપણા જ દેશના લોકો છે, મળવા જવામાં શું વાંધો છે? મેં દિલ્હી માં એટલી શાનદાર સ્કૂલો બનાવી છે કે આજે મજદૂર, દલિત, રિક્ષાવાળા, ગરીબ દરેક ના બાળકો એન્જીનીયર અને ડૉક્ટર બની રહ્યા છે, મોટા મોટા બિઝનેસ આઈડિયા લઈને આવી રહ્યા છે. જો તમે બીજી પાર્ટીઓ ને વોટ આપશો તો તે તમારા બાળકોને ઝેરી દારૂ પીવડાવશે, અને નકલી તથા ગેરકાનૂની દારૂ નો ધંધો ચાલતો રહેશે. અને જો મને વોટ આપશો તો હું તમારા બાળકોને સ્કૂલ આપીશ અને નોકરી આપીશ.
ગુજરાતમાં દારૂ ખુલ્લેઆમ વેચાય છે, ગુજરાતમાં દારૂબંધી છે, તો પછી હજારો કરોડનો દારૂ કોણ વેચે છે?: અરવિંદ કેજરીવાલ
લઠ્ઠાકાંડ ની ઘટનામાં, કહેવાય છે કે ગુજરાત માં દારૂબંધી છે પણ અહીંયા તો ખુલ્લેઆમ દારૂ વેચાય છે, માંગો તો ઘર સુધી દારૂ આપીને જાય છે, આ હજારો કરોડો નો ધંધો છે, પરંતુ આ બધું કોણ ચલાવી રહ્યું છે? આનું માસ્ટર માઈન્ડ કોણ છે? જ્યારે હું ભાવનગરમાં લઠ્ઠાકાંડ ના પીડિતો ને મળવા ગયો, ત્યાં તે લોકો સાથે વાતચીત કરી તો ખબર પડી કે દારૂ તો ખુલ્લેઆમ વેચાય છે. જો આ ખુલ્લેઆમ વેચાતું હોય તો સરકાર ને તો ખબર જ હશે, મતલબ આ બધું સરકાર ની મરજી થી થઇ રહ્યું છે, પ્રશાસન ની ભાગીદારી થી ચાલી રહ્યું છે.
મારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી, તમારે ચૂંટણી લડવી પડશે અને દરેક મત ઝાડુ પર જવો જોઈએ: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ની રાજનીતિ ચાલી રહી છે. તમે કોંગ્રેસ ને વોટ આપતા હતા અને તે ભાજપ માં જઈને બેસી જતા હતા, પરંતુ હવે તેવું નહિ ચાલે, હવે ઇલુ ઇલુ ની રાજનીતિ બંધ થશે. હવે કોંગ્રેસ ને એક પણ વોટ ના મળવો જોઈએ દરેક વોટ આમ આદમી પાર્ટી ને મળવો જોઈએ. ઘણા બધા કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ પણ ગયા છે, અને ઘણા બધા નેતા ચૂંટણી પહેલા ભાજપ માં જતા રહેશે, અને જે બચશે તે ચૂંટણી પછી જતા રહેશે. મતલબ ગુજરાત માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઇલુ ઇલુ ની રાજનીતિ ચાલી રહી છે. તે હવે બંધ થઇ જશે અને જનતા ની રાજનીતિ ચાલશે, જનતા ની રાજનીતિ ફક્ત આમ આદમી પાર્ટી જ કરે છે. આ ચૂંટણી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હશે, એક તરફ 27 વર્ષ નું કુશાસન છે, ભ્રષ્ટાચાર છે, ઝેરી દારૂ છે, જ્યાં બધું જ ગડબડ છે અને એક તરફ એક નવી રાજનીતિ છે, નવા ચહેરા છે, નવા યુવા છે, એક નવી ઉમ્મીદ છે.
અરવિંદ કેજરીવાલ જી અને છોટુભાઈ વસાવા જી આદિવાસી સમાજના વિકાસ માટે જે ગેરંટી લઈને આવ્યા છે તે આજ સુધી કોઈ બીજી પાર્ટી લઈને આવી નથી: મહેશભાઈ વસાવા
BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવાએ ‘એક તીર એક કમાન, હર આદિવાસી એક સમાન’ ના નારા સાથે છોટા ઉદેયપુર ની જનસભાને સંબોધતા કહ્યું કે, અરવિંદ કેજરીવાલ જી અને છોટુભાઈ વસાવા જી આદિવાસી સમાજના વિકાસ માટે જે ગેરંટી લઈને આવ્યા છે તે આજ સુધી કોઈ બીજી પાર્ટી લઈને આવી નથી. આદિવાસીઓના જમીન, જંગલ, અને જળ ને લૂંટવા થી બચાવા માટે અરવિંદ કેજરીવાલ જી આદિવાસી સમાજ માટે ગેરંટી લાવ્યા છે. કેજરીવાલ જી શેડ્યૂલ પાંચ ની વ્યવસ્થા લાગુ કરશે, પેશા કાનૂન લાગુ કરશે અને ગ્રામસભા ની તાકાત બતાવશે. તેની સાથે જ તે ‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ ના ચેરમેન પણ આદિવાસી ને જ બનાવશે. હવે ગુજરાતમાં BTP અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
ભાજપ અને કોંગ્રેસે આદિવાસી સમાજ નો ફક્ત ઉપયોગ જ કર્યો છેઃ ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જય જોહર અને જય બિરસા મુંડા ના નારા સાથે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ જી એ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશના આદિવાસી સમાજને ભેટ આપી છે. આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ના આદિવાસી સમુદાયના લોકો વાત કરવા લાગ્યા છે કે અરવિંદ કેજરીવાલે આદિવાસી સમુદાય માટે આટલી મોટી જાહેરાત કરી છે. આજે દેશમાં સૌપ્રથમવાર કોઈ પાર્ટી એ માત્ર આદિવાસી સમાજ માટે ખાસ જાહેરાતો કરી છે. આજે ઘોષણામાં જે વાતો થઇ તે તમામ બાબતોને ઘરે પહોંચાડવાની જવાબદારી લોકોની છે. આજે ગુજરાતના આદિવાસી સમાજના લોકો પણ અરવિંદ કેજરીવાલ જી ને સમર્થન આપવાનું વચન આપી રહ્યા છે, અને હું સારી રીતે જાણું છું કે ગુજરાતના આદિવાસી લોકો કોઈપણ પરિસ્થિતિમાં તેમનું વચન પાળશે. ભાજપ અને કોંગ્રેસે માત્ર આદિવાસી સમાજ નો ફક્ત ઉપયોગ જ કર્યો છે.
અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના આગમનથી ભાજપ અને કોંગ્રેસ ની દુકાનો બંધ થવા લાગી છે: ગોપાલ ઈટાલિયા
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ છોટા ઉદેપુરની જનતાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં લાંબા સમયથી એક વિકલ્પ ની જરૂર હતી અને અરવિંદ કેજરીવાલ જી અને આમ આદમી પાર્ટીના આગમનથી એક નવા વિકલ્પ ની શોધ પુરી થઈ ગઈ છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખળભળાટ મચી ગયો છે અને તેમનામાં અરવિંદ કેજરીવાલ જી નો ભય ફેલાયો છે. તેમને ખબર પડી ગઈ છે કે હવે તેમની દુકાનો બંધ થવા જઈ રહી છે, ભ્રષ્ટાચારની દુકાનો બંધ થવા જઈ રહી છે. જ્યારથી અરવિંદ કેજરીવાલ જી એ દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરી છે, ત્યારથી જ ભાજપના લોકોની દુકાનો બંધ થવા લાગી છે.
આ વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવા, ‘આપ’ ગુજરાત રાજ્ય પ્રભારી સંદીપ પાઠક, ‘આપ’ ગુજરાત રાજ્યના ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ‘આપ’ રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવી, ‘આપ’ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઇન્દ્રનીલ રાજગુરુ, ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ‘આપ’ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા, ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ અને છોટા ઉદેપુર વિધાનસભા માટે આમ આદમી પાર્ટીના ચૂંટણી ઉમેદવાર અર્જુન રાઠવા, ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારી, ‘આપ’ રાજ્ય મંત્રી રામ ધડુક, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ