મોડાસામાં ભાજપમાં કેટલા દાવેદાર-કોણ થઇ શકે છે ફાઇનલ
ગુજરાત વિધાનસભાની ચૂટણી આવતા જ વિવિધ પાર્ટીઓમાં ટિકીટ માટે દાવેદારોની સંખ્યા વધી તી હોય છે ત્યારે ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીની જીતની શક્યતા વધુ હોવાથી ઉમેદવારોની સંખ્યા વધુ જોવા મળે છે, વાત ઉત્તર ગુજરાતના મોડાસા બેઠકની કરીએ તો અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, આ બેઠક માટે મજબુત દાવેદાર માનવામાં આવે છે, જો કે અત્યારે આ બેઠક કોંગ્રેસ પાસે છે,જયારે અન્ય દાવેદારો ની વાત કરીએ તો
દિલીપસિંહ પરમાર પૂર્વ ધારાસભ્ય
ભીખુસિંહ પરમાર હારેલા ઉમેદવાર
સુરેશ ઠાકોર
અનિલ પટેલ
હેમલત્તા પટેલ
કનુભાઈ રવજી ભાઈ પટેલ
મોડાસા બેઠકના ઇતિસાહની વાત કરીએ તો
વર્ષ 1962માં કોંગ્રેસના વાડી લાલ મેહતાએ સ્વતંત્ર પક્ષના મોતી ભાઇ પટેલને હરાવ્યા,
વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના એન એસ પટેલે, કોંગ્રેસના એનપી પટેલને હરાવ્યા
વર્ષ 1972માં કોંગ્રેસે અંબાલાલ ઉપાધ્યાયે ભારતિય જનસંધના ભાનુ પ્રસાદ પટેલને હરાવ્યા
વર્ષ 1975માં ભારતિય જનસંધના અરજણ પટેલે કોંગ્રેસના અંબાલાલ પટેલને હરાવ્યા
વર્ષ 1980માં અપક્ષ અંબાલાલ ઉપાધ્યાયે કોંગ્રસ આઇના ઇર્સાદ મિર્જાને હરાવ્યા
વર્ષ 1985માં કોંગ્રેસ ચંદુસિહ ઠાકોરે અપક્ષ ઉમેદવાર હરિભાઇ પટેલને હરાવ્યા હતા,
વર્ષ 1987ના પેટા ચુંટણી દરમિયાન કોંગ્રેસના આર એમ છગન સિહ જનતા પાર્ટીના પી ડી શંકર ભાઇને હરાવ્યા
વર્ષ 1990માં જનતા દળના હરિભાઇ પટેલે, ભાજપના દિલિપ સિહ પરમારને હરાવ્યા
વર્ષ 1995માં ભાજપના દિલિપ સિહ પરમારે બીએસપીના મોહમ્મદ યુસુફ તાધાને હરાવ્યા
વર્ષ 1998માં ભાજપના દિલિપ સિહ પરમારે કોંગ્રેસના મહેન્દ્ર સિહ રહેવરને હરાવ્યા
વર્ષ 2002માં ભાજપના દિલિપ સિહ પરમારે કોંગ્રેસના મનહરભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2007માં ભાજપના દિલિપ સિહ પરમારે કોંગ્રેસના હિરાભાઇ પટેલને હરાવ્યા
વર્ષ 2012માં કોંગ્રેસના રાજેન્દ્ર સિહ ઠાકારે ભાજપના દિલિપ સિહ પરમારને હરાવ્યા
વર્ષ 2017માં કોંગ્રેસના રાજેન્દ્ર સિહ ઠાકોરે ભાજપના ભિખુ સિહ પરમારને હરાવ્યા
મોડાસા બેઠક પર દિલિપ સિહ પરમાર વર્ષ 1995,1998,2002 અને 2007 એમ ચાર ટર્મ ચુટાયા,, જેમનો રેકોર્ડ આજ દિન સુધી કોઇ તોડી શક્યુ નથી,
ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે