ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકો તેમના સૂકા હોઠ (Dry Lips)ને કારણે પરેશાન રહે છે. જેના કારણે તેમને શરમનો સામનો પણ કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવીને હોઠની ડેડ સ્કિને દૂર કરવાની સાથે-સાથે તમારા હોઠને નરમ અને ગુલાબી પણ બનાવી શકો છે. ચાલો જાણીએ આ ઘરેલું ઉપાય વિશે વિગતવાર…
હોઠની ડેડ સ્કિનને દૂર કરવાના ઉપાયો
1. સૂકા હોઠ પાછળ ડિહાઈડ્રેશનની સમસ્યા જવાબદાર હોઈ શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિને ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછા 8 થી 9 ગ્લાસ પાણી પીવાથી ડેડ સ્કિનની સમસ્યાથી રાહત મળી શકે છે. સાથે જ શુષ્ક ત્વચા પણ દૂર થઈ શકે છે
2. શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે તમારે સમયાંતરે તમારા હોઠ પર ચોખ્ખુ ઘી અથવા ક્રીમ લગાવવું જોઈએ. આ એક જૂનો અને શ્રેષ્ઠ ઉપાય છે. આમ કરવાથી હોઠ ગુલાબી થઈ જશે અને ડેડ સ્કિનથી પણ રાહત મળશે.
3. જો તમે તમારા હોઠ પર નાળિયેર તેલથી માલિશ કરશો તો તેમને ડ્રાઈ સ્કિનની સમસ્યાથી રાહત મળી શકે છે. આ તેલ ત્વચાની સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી છે.
4. હોઠની શુષ્ક ત્વચાની સમસ્યા એલોવેરા જેલના ઉપયોગથી દૂર કરી શકાય છે. તમારા હોઠ પર એલોવેરા જેલ નિયમિત રીતે લગાવો. જો તમે ઈચ્છો તો દિવસમાં બે થી ત્રણ વાર પણ લગાવી શકો છો. આમ કરવાથી ડેડ સ્કિન દૂર થઈ શકે છે.
નોંધ- આ લેખ તમારી સમાન્ય જાણકારી માટે શેર કરવામાં આવ્યો છે. કોઈપણ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.