અરવિંદ કેજરીવાલની ત્રીજી ગેરંટીથી રાજ્યની સત્તાધારી પક્ષને વધશે ટેન્શન
‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ જી 6 અને 7 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે.
‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ જી ગુજરાતની જનતાને હજી એક ગેરંટી આપશે.
અરવિંદ કેજરીવાલ જી 6 ઓગસ્ટે જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ કરશેઃ ઇસુદાન ગઢવી
છોટાઉદેપુરના બોડેલીમાં જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલ જી ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશેઃ ઇસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ જી જામનગર ના વેપારીઓ ની સમસ્યાઓ જાણીને તેમને કેટલાક વચનો આપશેઃ ઇસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ જી 7મી ઓગસ્ટે બોડેલી, છોટા ઉદેપુરમાં વિશાળ જન સભાને સંબોધશેઃ ઇસુદાન ગઢવી
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ જી જામનગરમાં જન સંવાદ કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરશે અને વેપારીઓ ની સમસ્યાઓ જાણશે. અરવિંદ કેજરીવાલ જી ખાસ કરીને MSME સેક્ટરના વેપારીઓ ની સમસ્યાઓ જાણશે.
અરવિંદ કેજરીવાલ જી આવતીકાલે 6 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે જામનગર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી અરવિંદ કેજરીવાલ જી જનસંવાદ માટે રવાના થશે. બપોરે 3 કલાકે અરવિંદ કેજરીવાલ જી એક ટાઉન હોલ કાર્યક્રમમાં જામનગર ના વેપારીઓ સાથે સંવાદ કરશે. આ પછી અરવિંદ કેજરીવાલ જી જામનગર થી વડોદરા જવા રવાના થશે. સાંજે 5 વાગ્યે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે.
બીજા દિવસે 7 મી ઓગસ્ટે, અરવિંદ કેજરીવાલ જી છોટાઉદેપુર ના બોડેલી વિસ્તારમાં એક વિશાળ જન સંમેલન કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાં અરવિંદ કેજરીવાલ જી ગુજરાતની જનતા માટે બીજી નવી ગેરંટી જાહેર કરશે. અરવિંદ કેજરીવાલ જી ની આ ગેરંટી ગુજરાતના નબળા વર્ગના ગરીબ લોકો માટે મોટી આશાનું કિરણ સાબિત થશે. અરવિંદ કેજરીવાલ જી ના આ જન સંમેલન કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહેશે.