કયા રાષ્ટ્રિય નેતાએ કહ્યુ કે ભાજપ અમિતશાહ ને સીએમ બનાવી શકે છે !
ગુજરાતમાં ચૂટણી નજીક આવી રહી છે ત્યારે તેમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સોશિયલ મિડાયા વૉર તેજ બની છે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્ટીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા છે, તેઓએ લખ્યુ છે કે ગુજરાતમાં આપનો પ્રભાવ રહી રહ્યો છે જેનાથી ભાજપ ડરી ગયુ છે, શુ આ વાત સાચી છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહ મુખ્ય પ્રધાનનો ચહેરો ભાજપા બનાવવા જઇ રહી છે, ભુપેન્દ્ર ભાઇ પટેલના કામથી શુ ભાજપ નારાજ છે, અંરવિંદ કેજરીવાલાના આ ટ્ટીટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે,
વડા પ્રધાન નરેન્દ્રમોદી અને કેન્દ્રિયગૃહ મંત્રી અમિત શાહનું ગુજરાત ગૃહ રાજ્ય હોવાથી તેમના માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ છે, ત્યારે સ્વાભાવિક છે, આ બન્ને નેતાઓ ગુજરાતમાં ભાજપની સત્તા જાળવી રાખવા માટે સતત પ્રવાસો કરતા રહે છે, ત્યારે આમ આદમી પાર્ટી રાષ્ટ્રિય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત જીતવાની નેમ સાથે દર અઠવાડિયે ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને મફત યોજનાઓ જાહેર કરી રહ્યા છે, જેનો ગરીબ અને મધ્યમ વર્ગમાં સારો પ્રતિસાદ સાપડી રહ્યો છે, જે રીતે ભારતિય જનતા પાર્ટીનું આઇટી સેલ આપની મફત યોજના સામે આક્રમક વલણ અપનાવી રહ્યુ છે, ત્યારે જવાબ આપવા માટે આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલ મૈદાનમાં ઉતર્યા છે, તેઓ ટ્ટીટ કરીને ભુપેન્દ્ર પટેલના કામ કરવાની ક્ષમતા સામે પ્રશ્નો કર્યા છે, સાથે સાથે અમિત શાહને પણ આડે હાથ લઇ લીધા છે,કારણ કે તેઓ જાણે છે કે ભુપેન્દ્ર પટેલ આનંદી બેન પટેલના અંગત વિશ્વાસુ છે, આ પ્રકારનો ટ્ટીટ કરવાથી ગુજરાતમાં આનંદી બેન પટેલ અને અમિત શાહ વચ્ચે આતંરિક ખાઇ પહોળી થશે, જેનો ફાયદો આમ આદમી પાર્ટીને મળી શકે
આ અંગે ભાજપના પ્રવક્તા કિશોર મકવાણાએ કહ્યુ છે કેજરીવાલને પથરા ફેકવાની ટેવ પડી છે, તેમની વાતને ગંભીરતાથી લેવાની જરુર નથી, આ લોકો મફતીયા રેવડીવાળા છે,
“आप” गुजरात में तेज़ी से बढ़ रही है। भाजपा बुरी तरह बौखलाई हुई है।
क्या ये सच है कि आगामी विधान सभा चुनाव में भाजपा गुजरात में अमित शाह जी को CM चेहरा घोषित करने जा रही है? भूपेन्द्रभाई पटेल के काम से क्या भाजपा भी नाराज़ है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 4, 2022
ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ મહિલા પોલીસ કર્મચારીઓ ને શું ભેટ આપી