મહારાષ્ટ્ર માં શિંદે દ્વારા એક મહિના બાદ ક્યાં ધારાસભ્યો ને મળી શકે છે સ્થાન
મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે દ્વારા 5 ઓગસ્ટે મંત્રીમંડળ નું વિસ્તરણ કરશે.સૂત્રો ની વાત માનીએ તો આ અઠવાડિયે જ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યારે માત્ર વરિષ્ઠ ધારાસભ્યો જ શપથ લઈ શકે છે. જેમાં ભાજપ અને શિંદે જૂથના 7-7 ધારાસભ્યો મંત્રીઓના શપથ લઈ શકે છે.જેમાં ભાજપ માંથી ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર, રાધાકૃષ્ણ વિખે પાટીલ, ગણેશ નાઈક અને રવિન્દ્ર ચવ્હાણ જયારે શિંદે જૂથ માંથી દાદા ભૂસે, ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, શંભુ રાજે દેસાઈ, સંદીપન ભુમરે, સંજય શિરસાઠ, અબ્દુલ સત્તાર અને બચ્ચુ કડુ (અપક્ષ) ધારાસભ્ય નો મંત્રી મંડળ નો સમાવેશ થવાની શક્યતાઓ છે.