અશોક ગેહલોત ગુજરાત કેમ નથી આવી રહ્યા, આ છે મોટુ કારણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીકના જ સમયમાં જાહેર થવાની છે ત્યારે 27 વરસથી સત્તાથી વંચિત કોંંગ્રેસ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ફરી એક વાર ભાજપનો ગઢ તોડવા માટેની જવાબદારી સોપી છે, જો કે તેઓ આજની બેઠકમાં ઉપસ્થિત નહી રહી શકે,,સુત્રોની વાત સાચી માનીએ તો તેઓને કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રિય પ્રમુખ તરીકે જવાબદારી સોપાઇ શકે છે,તે ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને અન્ય નેતાઓ ભાજપને પછાડવા માટે પુરતા સક્ષમ ન હોવાથી પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકીને મૈદાનમાં ઉતારવાની કેન્દ્રિય નેતૃત્વને ફરજ પડી છે,,
પાટીદાર અનામત આદોલન દલિત આદોલન અને ઓબીસી આંદોલનની વચ્ચે ગુજરાતના પ્રભારી તરીકે વર્ષ 2017માં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોપાઇ હતી, જેને પરિણામે વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસને 77 બેઠકો પ્રાપ્ત થઇ હતી, ત્યારે ફરી એક વાર રાજસ્થાનમાં જાદુગરના નામથી જાણીતા અશોક ગેહલોતને ગુજરાતની જવાબદારી સોપાઇ છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને પણ આશા બંધાઇ છે કે અશોક ગેહલોત ગુજરાતમાં પણ રાજસ્થાનની જેમ કોઇ મોટો ચમત્કાર કરશે, જો કે તેઓ ગુજરાત કોગ્રેસની બોલાવવામાં આવેલ બેઠકોમાં હાજરી આપી શકતા નથી, 4 ઓગસ્ટ, એટલે કે ગુરુવારની બેઠકમાં પણ તેઓ હાજર રેહવાના નથી, તેમના સ્થાને મિલિંદ દેવરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા,સુત્રોની માનીએ તો સોનિયા ગાંધીના સ્થાને અશોક ગેહલોતને રાષ્ટ્રિય પ્રમુખ તરીકે જવાબદારી સોપાઇ શકે છે, તેઓ ગાંધી પરિવારના અંગત વિશ્વાસુ માનવામાં આવે છે,જ્યારે રાજસ્થાનમાં સચીન પાયલટને મુખ્ય પ્રધાન તરીકે જવાબદારી સોપાઇ શકે છે, જે રાહુલ ગાંધીના વિશ્વાસુ માનવામાં આવે છે, આગામી સમયમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજસ્થાનમાં પણ કોંગ્રેસ માટે સત્તા જાળવી રાખવાનો મોટો પડકાર છે, ભુતકાળમાં જ્યોતિરાદિત્ય સિધીયાની જેમ સચિન પાયલટ પણ બળવો કરી ચુક્યા છે, પણ રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધીના કારણે તેઓ કોંગ્રેસમાં ટકી રહ્યા છે,
બીજી તરફ રાષ્ટ્રિય કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે, પતિ પત્ની અને વોના વિવાદના કારણે ભરત સિહ સોલંકીએ સ્વેચ્છિક રીતે છ મહિના સુધી રાજકીય સન્યાસની જાહેરાત કરી હતી, આ જાહેરાત બાદ ભરત સિહ સોલંકીના વિરોધીઓ ગેલમાં આવી ગયા હતા, કે હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભરત સિહ જુથનું અચ્યુતમ કેશવમ થઇ જશે, ભરત સિહના વિશ્વાસુઓને વિધાનસભાની ચૂંટણીમાં ટિકીટોથી વંચિત રાખી શકાશે, જો કે તેમના રાજકીય વિરોધીઓની ગણતરીઓ ઉંધી પડી છે, કારણ કે જે લોકો રાષ્ટ્રિય કોંગ્રેસના નેતાઓને કાન ભંમેરણી કરતા હતા તેઓ ભરત સિહની ગેરહાજરીમાં કોંગ્રેસને મજબુત કરવામાં ઉણા ઉતરતા હોય તેવું દિલ્હીના નેતાઓને દેખાયું, કારણ કે ભરત સિહ સોલંકીની અંગત જીવનને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં તેઓ વ્યાપક જનસંપર્ક ધરાવતા નેતા છે, ગામે ગામે તેમના વ્યક્તિગત સંપર્કો છે, તેઓ સર્વ સમાજના નેતા તરીકે સર્વ સ્વિકૃત છે, ભાજપને પછાડવાની જો કે કોઇમાં ક્ષમતા હોય તે એક માત્ર ગુજરાતમાં ભરત સિહમાં છે તેઉ કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓને લાગ્યું, એટલા માટે જ કેન્દ્રિય નેતૃત્વે ભરત સિહ સોલંકીનું રાજકીય વનવાસ સમય કરતા પહેલા પુર્ણ કરી દીધો, અને સામે થી સંપર્કને તેમને રાજકીય સક્રીય થવા સૂચના આપી,અને ભરત સિહ સોલંકી સક્રીય થઇ ગયા,
સુત્રોની વાત માનીએ તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર જોઇએ તેટલા સફળ થઇ શક્યા નથી, તેમના પ્રમુખ પદ સમયમાં કોંગ્રેસ વધુ તુટી, કમજોર થઇ ને વિવાદીત થઇ,, કોગ્રેસ ઉપર લઘુમતી તુષ્ટી કરણની નીતિ અપનાવતો હોવાનુ આરોપ લાગતો રહ્યો છે, તેવામાં જગદીશ ઠાકોરે ફરી એક વાર લધુમતીઓને વિવાદીત નિવેદન કરતા મામલો ભડક્યો હતો, જે કોંગ્રેસ માટે નુકશાન કારક સાબિત થાય તેમ છે, ત્યારે ઠરેલા અનુભવી કાર્યક્ષમ મજબુત અને પ્રભાવી ભરત સિહ સોલંકીને કોગ્રેસે મુખ્ય ઘારામા ઉતરાવાનો નિર્ણય કર્યો
ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીએ મહિલા પોલીસ કર્મચારીઓ ને શું ભેટ આપી
રાજય સરકારની કૌટુંબિક પ્રશ્નો ના ઉકેલ માટે કઈ મોટી જાહેરાત કરી