આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી.
આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારો જાહેર કરીને વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંક્યું.
જનતા જે ઈમાનદાર વિકલ્પની રાહ જોઈ રહી હતી, આમ આદમી પાર્ટી એ મજબૂત વિકલ્પ બનીને વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે: ગોપાલ ઇટાલિયા
તમામ સમાજનો સમાવેશ થાય એવા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટી સજ્જ થઇ ગઈ છે ચૂંટણી લડવા માટે અને ભાજપ ને હરાવા માટે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતની જનતાને પણ તેમના ઉમેદવાર વિશે જાણવાની તક મળે એ માટે વહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે: ઈસુદાન ગઢવી
‘આપ’ નેતા તથા ખેડૂત આગેવાન ભેમાભાઈ ચૌધરીને દિયોદર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
સમાજ સેવક જગમાલભાઇ વાળાને ઉમેદવાર સોમનાથ વિધાનસભાથી બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવનાર અર્જુનભાઈ રાઠવાને છોટા ઉદેપુર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
ખેડૂતોના લોકપ્રિય નેતા સાગરભાઈ રબારીને બેચરાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
દલિત સમાજના મુદ્દા ઉઠાવનાર વશરામભાઇ સાગઠીયાને રાજકોટ ગ્રામ્ય વિધાનસભાથી ઉમેદવાર જાહેર કરવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
ક્રાંતિકારી વિચારોવાળા તથા સમાજ સેવક રામ ધડૂકને કામરેજ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ શિવલાલભાઈ બારસિયાને રાજકોટ દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
ઊંચા ગજાના દાનવીર અને ખુબ જ સેવા ભાવિ વ્યક્તિ સુધીરભાઈ વાઘાણીને ગારિયાધાર વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજેન્દ્ર ભાઈ સોલંકી ને બારડોલી વિધાનસભા ના ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
ઉત્તર ભારતીય લોકોનો નેતૃત્વ કરનાર ઓમપ્રકાશ તિવારી ને અમદાવાદની નરોડા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવે છે: ગોપાલ ઇટાલિયા
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એક અતિ મહત્વપૂર્ણ ઘોષણા કરતાં જણાવ્યું કે ગુજરાતની રાજનીતિમાં પહેલી વાર થઈ રહ્યું છે કે, કોઈ પાર્ટી ચૂંટણીના ત્રણ-ચાર મહિના પહેલા પોતાના ઉમેદવાર ઘોષિત કરી રહી છે. તો આજનો દિવસ ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાતની જનતા જે મજબૂત અને ઈમાનદાર વિકલ્પની રાહ જોઈ રહી હતી એ વિકલ્પ આ વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ના સ્વરૂપમાં મળ્યો છે. ગુજરાતના લોકોની અંદર ખુબ ઉત્સાહ છે આમ આદમી પાર્ટી ને જીતાડવા માટે.
આજે પવિત્ર શ્રાવણ માસમાં પવિત્ર નાગપંચમી નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ રહી છે. જે રીતે ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની તાનાશાહી અને મીલીભગત વાળી સરકાર અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એની સામે કટ્ટરતાથી, ઈમાનદારીથી અને દેશપ્રેમ થી આમ આદમી પાર્ટી લડવા તૈયાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે જોયું કે આમ આદમી પાર્ટી સંગઠનની 3 લિસ્ટ જાહેર કરીને સંગઠનને ખુબ વિશાળ અને મજબૂત બનાવવામાં આવ્યું. ઘર સુધી એક એક વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીના વિચારો અને આમ આદમી પાર્ટીનું કામ પહોંચે તે માટે વિશાળ સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું. જે ઉમેદવારોની પહેલી યાદીમાં સ્થાન મળ્યું છે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી ના નેતૃત્વમાં તથા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠક જી ના સહયોગ થી અન ચૂંટણી પ્રભારી ગુલાબ સિંહ યાદવ તથા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી તથા પાર્ટીના સૌ સાથીઓના સહકારથી પહેલી યાદી બનાવવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ યાદી જાહેર કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીને દિયોદર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. ભેમાભાઈ ખૂબ જ લાંબા સમયથી આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે દિવસ-રાત મહેનત કરતા આવ્યા છે. આમ આદમી પાર્ટી જયારે ખુબ જ નાની હતી ત્યારથી તેમને પાર્ટીને મોટી કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ એક ખેડૂત આગેવાન છે અને ઉત્તર ગુજરાતમાં ખુબ જ સારું નેતૃત્વ કરીને પાર્ટીના સંગઠનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભેમાભાઈ ચૌધરીને ખુબ ખુબ શુભેચ્છાઓ.
સોમનાથ વિધાનસભાથી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઇ વાળાને ઉમેદવાર બનાવવામાં આવે છે. જગમાલભાઈ ખૂબ જ મોટા સમાજ સેવક છે, તે પોતે દવાખાનું ચલાવે છે, શાળા ચલાવે છે, ગરીબ બાળકોને મફત માં ભણાવે છે, ગરીબોને મફત આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે, સ્થાનિક વેપારીઓના પ્રશ્નો બાબતે ખૂબ લડત આપે. જગમાલભાઇ વાળાને ખુબ ખુબ શુભેચ્છાઓ.
આદિવાસી સમાજના લીડર અને આદિવાસી સમાજના મુદ્દાઓની ની લડત ચલાવી રહેલા તથા ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અર્જુનભાઈ રાઠવાને છોટા ઉદેપુર વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. અર્જુનભાઈ સરકારી કોલેજમાં એક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ આદિવાસી સમાજના પ્રશ્નો અને લડત ચલાવવાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે પણ તેઓ આદિવાસી સમાજ માટે લડત લડી રહ્યા છે. અર્જુનભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ.
ખેડૂતોમાં લોકપ્રિય અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગરભાઈ રબારીને બેચરાજી વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. સાગરભાઇ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ સારું કામ કરી ચૂક્યા છે. ખાસ કરીને બેચરાજી SIR પ્રોજેક્ટ માં ખેડૂતોનું નેતૃત્વ કરીને ખેડૂતોની જમીન બચાવી છે. સાગરભાઈ રબારીને ખુબ ખુબ શુભેચ્છાઓ.
પ્રદેશ સંગઠન મંત્રી વશરામભાઇ સાગઠીયાને રાજકોટ ગ્રામ્ય વિધાનસભાથી ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. વશરામભાઈ સાગઠીયા એક સામાજીક આગેવાન છે. તેઓ દલિત સમાજના પ્રશ્નોને લઈને હંમેશા પોતાનો અવાઝ ઉઠાવતા હોય છે. વશરામભાઇ સાગઠીયાને ખુબ ખુબ શુભેચ્છાઓ.
આમ આદમી પાર્ટીના ખૂબ જ જુના, યુવાન અને ક્રાંતિકારી વિચારોવાળા તથા પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડૂકને કામરેજ વિધાનસભાથી ઉમેદવાર બનાવવામાં આવે છે. રામ ધડૂક ખુબ જ સક્રિય સામાજિક કાર્યકર છે. સુરતની જનતાને મદદરૂપ થઈને પોતાનું ખુબ જ સારું યોગદાન આપી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ રામ ધડૂક આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. ફરીથી એ જ સીટ પરથી રામ ધડૂક ને ઉમેદવાર બનાવવામાં આવે છે. રામ ધડૂકને ખુબ ખુબ શુભેચ્છાઓ.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પૂર્વ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના વેપારી વિંગના પ્રદેશ પ્રમુખ શિવલાલભાઈ બારસિયાને રાજકોટ દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવે છે. તેઓ વેપારીઓના મુદ્દાને લઈને ખુબ જ કામ કરી ચુક્યા છે અને વેપારીઓ સાથે ખુબ જ લાંબા સમયથી સંકળાયેલા છે. શિવલાલભાઈ બારસિયાને ખુબ ખુબ શુભેચ્છાઓ.
ખુબ ઊંચા ગજાના દાનવીર અને ખુબ જ સેવા ભાવિ વ્યક્તિ, જેઓ પોતાના ટ્રસ્ટના માધ્યમથી મફતમાં પ્રજાને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે એવા મહા દાનવીર અને સંયુક્ત મંત્રી સુધીરભાઈ વાઘાણીને ગારિયાધાર વિધાનસભાના ઉમેદવાર બનાવવામાં આવે છે. તેઓ ગારિયાધાર વિસ્તારમાં દાનવીર ભામાશા ના નામ થી ઓળખાય છે.તેઓ દરેક સમાજ ના ગરીબોને લગ્ન પ્રસંગે, શિક્ષા, આરોગ્ય જેવા તમામ મુદ્દે મદદ કરે છે. સુધીરભાઈ વાઘાણીને ખુબ ખુબ શુભેચ્છાઓ.
દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ખુબ જ સારું કામ કરી ચૂકેલ આગેવાન અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજેન્દ્ર ભાઈ સોલંકી ને બારડોલી વિધાનસભા ના ઉમેદવાર બનાવવામાં આવે છે. રાજેન્દ્ર ભાઈ સોલંકીને ખુબ ખુબ શુભેચ્છાઓ.
સામાજીક આગેવાન અને સુરત અને રાજકોટમાં ઉત્તર ભારતીય લોકોનો નેતૃત્વ કરનાર નાના મોટા ગજાના આગેવાન એવા ઓમપ્રકાશ તિવારી ને અમદાવાદની નરોડા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવે છે. ઓમપ્રકાશ તિવારીને ખુબ ખુબ શુભેચ્છાઓ.
તો આમ 10 વ્યક્તિઓને આમ આદમી પાર્ટી દ્વારા આવનારી ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. જેમાં ગ્રામીણ વિસ્તારના લોકો પણ છે શહેરી વિસ્તારના લોકો પણ છે, જેમાં SC સમાજમાંથી પણ લોકો છે, ST સમાજમાંથી પણ લોકો છે, ઉત્તર ભારતીય સમાજમાંથી પણ લોકો છે. આમ તમામ સમાજનો સમાવેશ થાય એવું પહેલું લિસ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે અને આ સહુ ઉમેદવારોને અભિનંદન આપું છું કે તેઓ આવનારી ચૂંટણીમાં પોતાની શક્તિ બતાવવા તત્પર છે અને આજે તેમના નામની ઘોષણા થવાથી તેઓના ઉત્સાહમાં ખુબ જ વધારો થશે.
આજે ગુજરાતની જનતા જાણી ગઈ છે કે આમ આદમી પાર્ટી ખુબ જ જુદા પ્રકારની પાર્ટી છે, ખૂબ જ જુદા પ્રકારના ટ્રેન્ડ સેટ કરી રહી છે ત્યારે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારો જાહેર કરીને રાજનીતિની અંદર એક નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા ઉમેદવાર જાહેર કરવાથી ઉમેદવાર પોતાના મતવિસ્તારમાં વધુ માં વધુ લોકો સુધી પહુંચી શકશે અને પોતાની વાત લોકો સુધી પહોચાડી શકશે. અને મતવિસ્તારના લોકો પણ સારી રીતે તેમને ઓળખી શકે તેથી જનતા અને ઉમેદવારોને એક બીજા સાથે વધુ સમય મળશે એવા આશય થી વહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અમે માનનીય અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં 10 મજબૂત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તે તમામ ઉમેદવારોને અને સમગ્ર પક્ષ વતી મારી શુભેચ્છાઓ. આમ આદમી પાર્ટીની બીજી યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે કામ અરવિંદ કેજરીવાલજીએ પહેલા દિલ્હીમાં અને પછી પંજાબમાં કર્યું છે અને હવે ગુજરાતની જનતાએ પણ અરવિંદ કેજરીવાલ જીના આ મોડેલને સ્વીકારવાનું નક્કી કર્યું છે, જે જનહિતની રાજનીતિનું મોડેલ છે, તો આવનારા સમયમાં અન્ય વધુ ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેથી કરીને ગુજરાતની જનતાને પણ તેમના ઉમેદવાર વિશે જાણવાની તક મળે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીનો વિચાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડી શકે.