ગાંધીનગરમાં રોહિત સમાજની મળી બેઠક
-૨૬/૦૭/૨૨ ને મંગળવાર ના રોજ ગાંધીનગર માં સમગ્ર રોહિત સમાજ મહાસંમેલન ના સંદર્ભમાં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૬૩૬ સમાજ ની ટીમ હાજર રહી ને આપણી એકતા ના દર્શન કરાવ્યા હતા. ૬૩૬ સમાજ માંથી હાજર રહેલ સમાજબંધુઓ માંથી એન.ટી.રોહીત, મનુભાઇ રાઠોડ, પુંજાભાઇ પરમાર, કાન્તિભાઈ પરમાર, મહેન્દ્રભાઇ વાળા,કે.ડી.પરમાર, મુકેશભાઇ મહુધા તથા ધીરુભાઇ મહેરીયા ને મંચ ઉપર સ્થાન આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આજની મીટીંગ માં ૬૩૬ રોહિત સમાજ નું ગૌરવ એવા મિનીસ્ટર મનીષાબેન વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તેમના પ્રવચનમાં આ સંમેલન બિનરાજકીય અને ફક્ત ને ફક્ત રોહિત સમાજ નું જ છે.તેવુ ભાર પૂર્વક જણાવ્યું હતું. પ્રોગ્રામ ના અંત મહેન્દ્રભાઈ વાળા દ્વારા સુંદર પ્રવચન આપી ૬૩૬ રોહિત સમાજ નો સંપુર્ણ સહકાર મળી રહેશે તેવો વિશ્વાસ આયોજક મિત્રો ને આપી સૌ ૬૩૬ સમાજ બંધુઓ એ વિદાય લીધી હતી. આજની મીટીંગ એન.ટી.રોહિત તથા મનુભાઇ રાઠોડ દ્વારા પણ સમાજ ઉપયોગી સુંદર પ્રવચન આપ્યું હતુ. આજની મીટીંગ માં પધારેલ દરેક જિલ્લા ના આગેવાનો એ તથા આયોજક કમીટી એ ખાસ નોંધ લીધી હતી.