સીએમ ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસે જે કામ ભાજપે કરવાનુ હતું તે કામ આપના ગોપાલ ઇટાલિયાએ કર્યુ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની જન્મ તારીખ એટલે 15મી જુલાઇ, અને એટલે જ સમગ્ર રાજ્યમાં ભાજપના કાર્યકર્તાઓએ ક્યાંક ફ્રુટ વહેચીને તો ક્યાંક સમાજીક કાર્યક્રમ કરીને ઉજવણી,, અને માહિતી ખાતાએ જે પ્રેસનોટ ઇશ્યુ કરી તેમાં પણ લખાયુ કે સીએમ સાહેબ ખુબ વ્યસ્ત રહ્યા,, વ્યસ્ત તો હોય જ કારણ કે સમગ્ર રાજ્યની જવાબદારી તેમના ખભે છે, પણ આમ આદમી પાર્ટીએ સુરતમાં ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં જે કર્યુ કમ સે કેમ શહેરોમાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ એ કામ કરવાની જરુર હતી, એટલે કે શહેરના રસ્તાઓ જે વરસાદથી તુટી ગયા છે,તેને પુરવાની કામગીરી કરવાની હતી, પણ તેઓએ આમાં કઇજ ન કર્યુ એટલે કે કમ સે કમ દેખાડવા માટે પણ કાર્યકર્તાઓ ક્યાંક દેખાયા નથી, અમદાવાદ હોય,સુરત હોય, વડોદરા કે રાજકોટ કેમ ન હોય,, ભાજપના નેતાઓ જરુરિયાતના સમયે પ્રજાની વ્હારે નથી આવતા તેવા અનેક વિસ્તારોના લોકો દાવો કરતા હોય છે,, ફરિયાદ કરતા હોય છે, પણ ભાજપના કાર્યકર્તાઓ સબ સલામતની વાત કરીને આરામથી ઉંઘી જાય છે,,
આમ આદમી પાર્ટીએ સુરતમાં જે કર્યુ તે ચંદ્રકાંત પાટીલ, ભુપેન્દ્ર પટેલ સહિતના ભાજપના એ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓના મોઢા ઉપર તમાચો છે જેઓ માને છે કે તેઓ માત્ર વડા પ્રધાન નરેન્દ્રમોદીના કારણે જીતે છે, એ તો માની શકાય છે કે આમ આદમી પાર્ટી જે કામ કરે છે તેને સત્તા પક્ષ નાટક ગણાવી શકે છે,, અથવા નાટક ગણાવે પણ છે, પણ સવાલ એ છે કે પછી તો પછી સત્તા પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ કેમ આવા નાટકો નથી કરતા અને પ્રજા વચ્ચે કેમ નથી રહેતા, કોંગ્રેસ પાસે અપેક્ષા નથી કારણ કે ન તો તેની પાસે વિઝન છે ન તો દિશા, એટલે તે માત્ર પોતાનુ અસ્તિત્વ ટકાવવા માટે કામ કરી રહી છે, આમ તો કોંગ્રેસ મુખ્ય વિપક્ષી પાર્ટી હોવાનો દાવો કરે છે
પણ તેનો દાવો એક દમ બેદમ હોય છે, કોર્પોરેશનમાં હાર થયા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ભાજપને જીતડવા વાળા મતદારોની વ્હારે જવા તૈયાર નથી, તેનુ પણ માનવુ છે કે હવે જેમને મતદારોએ પસંદ કર્યો છે તેમની જ પાસે તેઓ જાય,, એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ શુ કરી શકે, કારણ કે સત્તા ભાજપ પાસે છે,અને તંત્ર ભાજપના કહેવા પ્રમાણે કામ કરે છે, અને જો ભાજપના નેતાઓ એવુ કહેતા હોય કે તંત્ર તેમની વાત માનતું નથી તો રાજીનામું આપીને
સત્તા એમને સોપી દેવી જોઇએ જેની વાત અધિકારીઓ અથવા તંત્ર માનતુ હોય અને કામ કરતું હોય હાલ તો પ્રજાની એ જ માંગ છેકે કોઇ પણ રીતે લોકોને આ વરસાદમાં મદદ કરે,,