ભાજપના નેતાએ કહ્યુ કે કોઇ ભારતિય જનતા પાર્ટી જીંદાબાદનો નારો નહી લગાવે અને પછી ક્યાં શરુ થઇ બબાલ
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દૌપદી મુર્મુના સ્વાગતના કાર્યક્રમ દરમિયાન ભારતિય જનતા પાર્ટીના નેતાઓ બાખડી પડ્યા, એક નેતાએ કહ્યુ કે કોઇ વ્યક્તિ ભાજપનો ઝંડો નહી દેખાડે, અને ભારતિય જનતા પાર્ટી જીંદાબાદ નારા નહી લગાવે,,તેના પછી ભાજપના સિનિયર નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ, બોલાચાલીને જોતા મામલો શાંત પાડવાનો પણ પ્રયત્ન થયો,, બબાલ કાર્યક્રમમાં અપેક્ષિતોને લઇને શરુ થયો હતો, એક નેતા ઇચ્છતા હતા કે તેઓએ જેટલા લોકોને બોલાવ્યા છે તે તમામને કાર્યક્રમમાં જગ્યા મળે,, જ્યારે આયોજક નેતા પ્રમાણે ખુર્સીઓ ઓછી હોવાથી બધાને સ્થાન નહી આવી શકે, વિવાદ અને બોલાચાલીનો વિડીયો હાલ સોશિયલ મિડીયા ઉપર વાયરલ થયુ છે
ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !
રાજસ્થાનના જયપુરમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દૌપદી મુર્મુના સ્વાગત કાર્યક્રમનુ આયોજન થયુ હતું જેની જવાબદારી કેન્દ્રિય પ્રધાન ગજેન્દ્ર શેખાવત અને સ્થાનિક નેતા રાઠૌડની હતી, આ કાર્યક્રમમાં સ્થાનિક રાજ્યસભાના સાસંદ કિરોડી લાલે પણ પોતાના આદિવાસી કાર્યકર્તાઓને બોલાવ્યા હતા, કાર્યક્રમ સ્થળે જ્યારે કિરોડી લાલના સમર્થકો ભાજપનો ઝંડો લઇને પહોચ્યા તો આયોજક નેતાઓએ તેમના કાર્યકરોને ભારતિય જનતા પાર્ટી જિન્દાબાદના નારા ન લગાવવાની સુચના આપી, તે સિવાય તેમને જે બોલવુ હોય તે બોલવાનુ કહ્યુ, સાથે બેઠક વ્યવસ્થાને લઇને પણ જોરદાર બોલાચાલી થઇ, ત્યારે સોશિયલ મિડીયા ઉપર હવે આને આદિવાસીના બદલે ઠાકુરોની પાર્ટી હોવાના ટ્વીટ શરુ થઇ ગયા,,આમ ભાજપ જેવી પાર્ટી જ્યારે શિસ્ત વાળી પાર્ટી માનવામા આવતી હોય ત્યારે આવા વિડીયોથી પાર્ટીની ઇમેજને ધક્કો જરુર લાગે છે,
https://twitter.com/TribalArmy/status/1547132967725584385?s=20&t=31tvnFPNVHmdk97bfp28ew
ભાજપ સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોને મદદ કરવામાં નિષ્ફળ: ઇસુદાન ગઢવી